West Bengal: મંત્રી Jakir Hossain પર બોમ્બથી હુમલો, CM મમતા બેનરજીએ આપ્યું મોટું નિવેદન
પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુર્શિદાબાદમાં નિમટિટા રેલવે સ્ટેશન પર મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર થયેલા બોમ્બ હુમલાની ગૂંજ બંગાળના ચૂંટણી રણમાં સંભળાઈ રહી છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુર્શિદાબાદમાં નિમટિટા રેલવે સ્ટેશન પર મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર થયેલા બોમ્બ હુમલાની ગૂંજ બંગાળના ચૂંટણી રણમાં સંભળાઈ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમતાએ મંત્રી પર થયેલા હુમલા માટે કેન્દ્રને જવાબદાર ઠેરવતા કહ્યું કે મંત્રી ઝાકિર હુસૈનની હત્યાનું ષડયંત્ર હતું.
'મંત્રી પર હુમલા માટે કેન્દ્ર જવાબદાર'
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ (BJP) અને ટીએમસી (TMC) આમને સામને છે. બંને પક્ષ એકબીજાને ઘેરવાની કોઈ તક જતી કરવા તૈયાર નથી. બુધવારે રાતે શ્રમ રાજ્યમંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર થયેલા જીવલેણ હુમલા બાદ મમતા બેનરજીએ કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમતાએ કહ્યું કે લોકતંત્રમાં લડાઈ હોઈ શકે છે. પરંતુ મર્ડરની શું જરૂર છે. તેમણે મંત્રી પર હુમલા બદલ કેન્દ્રને જવાબદાર ઠેરવી દીધો છે.
તપાસ સીઆઈડીના હાથમાં
મમતા બેનરજી (Mamata Banerjee) એ જણાવ્યું કે હુમલામાં 26 લોકો ઘાયલ થયા છે. મંત્રીની હાલત ગંભીર છે. આ મામલે તપાસ સીઆઈડી કરી રહી છે. મમતાએ વિસ્ફોટ વખતે રેલવેના કોઈ પણ અધિકારી સ્ટેશન પર ન ઉપસ્થિત હોવા બદલ સવાલ પણ ઊભા કર્યા છે. આ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ મંત્રી મલય ઘટકે આ હુમલા માટે પાર્ટીના 'રાજનીતિક હરિફો'ને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાંથી નિષ્કાસિત કરાયેલા મુર્શિદાબાદ જિલ્લા પરિષદના સભાધિપતિ મુશર્રફ હુસૈને દાવો કર્યો કે આ પાર્ટી વચ્ચે આંતરિક વિખવાદનું પરિણામ છે.
West Bengal: બોમ્બ હુમલામાં મંત્રી Jakir Hossain ગંભીર રીતે ઘાયલ, ઘટનાનો VIDEO આવ્યો સામે
ભાજપ-ટીએમસી સતત આમને સામને
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે જેને લઈને રાજકીય ગરમાવો છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે જબરદસ્ત ચૂંટણી પ્રચાર કરવા માંડ્યો છે. તૃણમૂલ કોંગ્રેસની પ્રચાર મુહિમનું નેતૃત્વ મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) કરી રહ્યા છે. જ્યારે ભાજપના ટોચના નેતાઓ મુહિમમાં ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પાંચ કેન્દ્રીય મંત્રીઓને તૈનાત કર્યા બાદ ભાજપ વિધાનસભા ચૂંટણી અગાઉ પાર્ટીની તૈયારીઓના મેનેજમેન્ટ અને દેખરેખ માટે પોતાના વરિષ્ઠ નેતાઓને પણ જવાબદારી સોંપવાની તૈયારી કરી રહ્યો છે. પ્રત્યેક નેતાને પાંચ વિભાનસભા વિસ્તારોમાં પાર્ટી માટે ચૂંટણી મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવશે. મમતા બહારના વિરુદ્ધ અંદરના મુદ્દાને બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube