કોંગ્રેસને `ઉગારવા` સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ
રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.
નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે એક ટ્વીટ કરીને કહ્યું કે જો દેશમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી રહી ગઈ તો લોકતંત્ર નબળુ પડશે. ટ્વીટના માધ્યમથી સ્વામીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને એક એકીકૃત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવાનું સૂચન આપ્યું.
'ભાજપ એકલું રહેશે તો લોકતંત્ર નબળુ પડશે'
તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને એકીકૃત કોંગ્રેસ સાથે વિલય કરી દેવાનું પણ સૂચન આપ્યું. સ્વામીએ કહ્યું કે 'ગોવા અને કાશ્મીરના ઘટનાક્રમને જોયા બાદ મને લાગે છે કે જો ભાજપ એકમાત્ર પાર્ટી રહેશે તો લોકતંત્ર નબળુ પડશે.'