નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની સત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજીવાર વાપસી કરી રહ્યાં છે. અત્યાર સુધી મતોની ગણનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંગાળમાં ટીએમસીની સરાકર બનવા જઈ રહી છે. આ અભૂતપૂર્વ જીત બાદ પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જી મીડિયાની સામે આવ્યા અને બધાનો આભાર વ્યક્ત કર્યો છે. પરંતુ તેણણે કહ્યું કે, હું છ વાગ્યા બાદ પત્રકાર પરિષદ કરીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી તૃણમૂલ કોંગ્રેસ માટે આસાન રહી નહીં. ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીને ચૂંટણી પ્રચાર દરમિયાન આકરી ટક્કર આપી હતી. મોટાભાગના એક્ઝિટ પોલમાં બન્ને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. પરંતુ પરિણામમાં મમતા બેનર્જી ક્લીન સ્વીપ કરતા જોવા મળી રહ્યાં છે. ટીએમસીને 210થી વધુ સીટ મળી રહી છે.


આ પણ વાંચોઃ West Bengal: નંદીગ્રામમાં ભાજપનો સફાયો, ભારે રસાકસી બાદ મમતા બેનર્જીનો 1200 મતે વિજય


તમને જણાવી દઈએ કે હાલ ટીએમસી 209 સીટ પર આગળ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 80 સીટો પર લીડ હાસિલ કરી છે. આ સિવાય કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન માત્ર બે સીટો પર આગળ છે અને અન્ય એક સીટ પર આગળ છે. રાજ્યમાં સત્તામાં પહોંચવા માટે બહુમતનો આંકડો 147 છે. 


મમતા બેનર્જીની હેટ્રિક
ટીએમસીએ મમતા બેનર્જીની આગેવાનીમાં સતત ત્રીજીવાર રાજ્યની સત્તા કબજે કરી છે. 2011માં પ્રથમવાર મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2016માં 200થી વધુ સીટો જીતી સત્તામાં વાપસી કરી હતી. હવે 2021માં સતત ત્રીજીવાર મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube