કોલકાત્તા : ઊત્તર પ્રદેશમાં બીજેપીની વિરુદ્ધ બનેલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન બાદ કોલકાત્તામાં શનિવારે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજીની વિપક્ષી દળોની મહારેલી યોજાવાની છે. લોકસભા ઈલેક્શન 2019 પહેલા વિપક્ષી એકતાનું આ શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આ રેલી અહીં ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. જોકે, વિપક્ષના અનેક નેતાઓ આ રેલીમાં નજર નહિ આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ રેલીમાં ભાગ લેશે, જ્યારે કે બસપા તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા સતીષ ચંદ્ર મિશ્રા હાજરી આપે તેવી શક્યતા છે. જોકે, બસપા સુપ્રીમો માયાવતી ખુદ આ રેલીમાં ભાગ નથી લેવાના. આરએલડીના અજીત સિંહ અને જયંત ચૌધરી પણ અહીં હાજર રહેશે. તો, રેલીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે કરશે. 


ઊત્તર પ્રદેશમાં નવું ઈલેક્શન સમીકરણ બનાવનારી સપા અને બસપા સહિત અનેક મોટી વિપક્ષી પાર્ટીઓની આ રેલીમાં હાજરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને પણ એમ લાગે છે કે, વિપક્ષની મહારેલીથી ઉત્તર પ્રદેશમાં રાજનીતિક સમીકરણ વિશે કોઈ ગેરસમજ ન હોવી જોઈએ. રેલીનું આયોજન કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, ક્ષેત્રીય રાજનીતિક મજબૂરીઓને આ પ્રસ્તાવિત રેલી સાથે જોડાયેલ મોટા રાજનીતિક ઉદ્દેશ્યોમાં ન મિક્સ કરવું જોઈએ.


આ રેલીમાં જે અન્ય નેતાઓ સામેલ થવાની શક્યતા છે, તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કર્ણાટકના મુખ્યમંત્રી તેમજ જેડીએસ નેતા એચડી કુમારસ્વામી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ તેદેપે પ્રમુખ એન.ચંદ્રાબાબુ નાયડુ પણ સામેલ થશે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાના સામેલ થવાની પણ શક્યતા છે. કોંગ્રેસમાંથી ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ રેલીમાં ભાગ લેશે.