નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આસામમાં રાષ્ટ્રીય નાગરિત રજીસ્ટર (એનઆરસી)ના ડ્રાફ્ટને લઈને સોમવારે કેન્દ્ર સરકારની આલોચના કરી અને કહ્યું કે, મોદીની આગેવાનીવાળી સરકાર મતની રાજનીતિ કરી રહી છે. તેમાં 40 લાખ લોકોની પાસે જરૂરી દસ્તાવેજ ન હોવાને કારણે ભારતીય નાગરિકતા મળી નથી. આસામમાં કુલ 2.89 કરોડ લોકોને ભારતીય માનવામાં આવ્યા છે. એનઆરસીના સ્ટેટ કો-ઓર્ડિનેટર પ્રતીત હજેલાએ આ જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીનો આરોપ છે કે, લોકોને તેની સરનેમના આધાર પર લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા. શું સરકાર બળપૂર્વક તેને કાઢવા ઈચ્છી રહી છે. તેમણે કહ્યું કે, જે લોકો પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજો હતા, તેને પણ છોડી દેવામાં આવ્યા, કારણ કે અધિકારીઓ તેના કાગળોથી સંતુષ્ટ ન હતા. તેમણે આશંકા વ્યક્ત કરી કે સરકારના આ પગલાથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સમસ્યા ઉભી થઈ શકે છે, કારણ તે આસામ સાથે તેની સરહદ લાગે છે. 


પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને તે પણ આરોપ લગાવ્યો કે મોદી સરકાર લોકોને બળજબરીપૂર્વક બેદખલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું, 40 લાખ લોકોને છોડી દેવામાં આવ્યા, જેમાં હિન્દુ અને મુસ્લિમ સામેલ છે. તેના ઈન્ટરનેટ સહિત સંપર્કના તમામ સાધન કાપી દેવામાં આવ્યા છે. અમે તેમની સાથે સંપર્ક કરી શકતા નથી. શું આ ભયભીત કરવાનો પ્રયત્ન છે? અમને તે વાત પર શંકા છે. 


મમતા બેનર્જીએ પ્રદેશ સચિવાલય નબન્નામાં સંવાદદાતાઓ સાથે વાત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું, આ લોકોને બળજબરીપૂર્વક બેદખલ કરવાનો પ્રયત્ન છે. મતની રાજનીતિ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, આસામની સરકાર અને કેન્દ્ર સરકારે તેમને શરણાર્થી બનાવી દીધા છે. અનેક લોકોએ પોતાના દસ્તાવેજો રજૂ કર્યા. તેમ છતાં તેના પર વિચાર કરવામાં ન આવ્યો, જ્યારે કેટલાક લોકો ત્યાં 50 કરતા વધુ વર્ષથી નિવાસ કરી રહ્યાં છે. 


મમતા બેનર્જી આ સંબંધમાં દિલ્હી જઈને ગૃહપ્રધાન રાજનાથ સિંહ પાસે મળવાનો સમય માંગશે. તેમણે કહ્યું, હું કેન્દ્ર સરકાર અને ગૃહપ્રધાનને ત્યાં રાજનીતિ ન કરવા અને માનવતાના આધાર પર વિચાર કરવાની અપીલ કરૂ છું. કેન્દ્ર સરકાર તેમની રક્ષા માટે સંસદમાં સંશોધન બિલ લાવી શકે છે. મમતાએ કહ્યું, છોડાયેલા લોકો રોહિંગ્યા નથી. તે તમામ ભારતીય છે.