કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઝી 24 ઘંટાને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે એક ખાસ પાર્ટીએ મને મારવાની સોપારી આપેલી છે. જે લોકો મને મારવાની કોશિશ કરી રહ્યાં છે તેમણે પહેલા મારા ઘરની રેકી કરી છે. પોલીસે મને ઘર બદલવા માટે જણાવ્યું છે. આ અગાઉ પણ મને મારવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ મને મોતથી ડર નથી. વાતચીતમાં મમતાએ જણાવ્યું કે તેમની ગેરહાજરીમાં પાર્ટી કોણ ચલાવશે તેનો ઉલ્લેખ તેમણે તેમની વસિયતમાં કરી નાખ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષ પર નિશાન સાધતા મમતા બેનરજીએ કહ્યું કે મે બે કરોડ કન્યાશ્રી સ્કીમ પર ખર્ચ કર્યો છે પરંતુ મારી સરકારને બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે. સમગ્ર દેઓશમાં 12000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સીપીઆઈ(એમ) ક્યાં છે? કોંગ્રેસ તો પ્રદર્શન પણ કરતી નથી. ભાજપ માહોલ ખરાબ કરાવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમણે સવાલ કરવાના અંદાજમાં પૂછ્યું કે શું તમે ક્યારેય લોકોને રામનવમી દરમિયાન હથિયારોનું પ્રદર્શન કરતા જોયા છે? આસનસોલ અને રાણીગંજમાં શાંતિ બગાડવા માટે ભાજપે ઝારખંડથી લોકોને બોલાવ્યાં.


ત્રીજા મોરચાના સવાલ પર મમતાએ કહ્યું કે જો ભાજપ અને કોંગ્રેસ વિચારતા હોય કે તેઓ એકલા જ ચાલશે તો ખોટું છે. સ્થાનિક પાર્ટીઓ મજબુત છે અને તેઓ પણ એક ફેક્ટર છે. કોંગ્રેસ એકલા હાથે ભાજપને હરાવી શકશે નહીં. જો સ્થાનિક પાર્ટીઓ એક સાથે આવી જાય તો અન્ય પાર્ટીઓની કમીને પૂરી કરી શકાય છે. હું ક્યારેય નેતૃત્વ કરવા માંગતી નથી. ફક્ત સહયોગીની ભૂમિકા ભજવવા માંગુ છું. મને લાગે છે કે લાલુ પ્રસાદ યાદવ સારું કામ કરશે. આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુને પણ અવગણી શકાય નહીં.


કર્ણાટકમાં થનારી ચૂંટણીના સંબંધે પૂર્વાનુમાન વ્યક્ત કરતા મમતા બેનરજીએ ત્રિશંકુ વિધાનસભાની આશંકા વ્યક્ત કરી. તેમણે એમ પણ કહ્યું કે રાજસ્થાનમાં ભાજપ હારશે. કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સારું પ્રદર્શન કરશે.