નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર અર્થે પશ્ચિમ બંગાળના તાલુમકમાં સોમવારે એક રેલીમાં સંબોધન કર્યુંહતું. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, મમતા દીદીએ ફની તોફાન મુદ્દે પણ રાજનીતિ કરી છે અને મારી સાથે સમીક્ષા બેઠક કરવાનો ઈનકાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદીએ આ ચક્રવાતમાં પણ રાજનીતિ બાકી નથી રાખી. ચક્રવાતના સમયે મેં જ્યારે મમાત દાદી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે વાત કરી ન હતી. દીદીમાં એટલો અહંકાર આવી ગયો છે કે, તેમણે નાગરિકોની પણ ચિંતા કરી નહી. 


પીએમ મોદીએ મમતા પર આરોપ લગાવતા કહ્યું કે, "હું રાહ જોતો રહ્યો કે કદાચ દીદી ફરીથી ફોન કરશે, પરંતુ તેમણે ફોન કર્યો નહીં. મને પશ્ચિમ બંગાળના લોકોની ચિંતા હતી એટલે મેં ફરીથી ફોન કર્યો હતો, પરંતુ દીદીએ બીજી વખત પણ વાત કરી ન હતી. તેમણે કહ્યું કે, આ રાજનીતિના વચ્ચે હું પશ્ચિમ બંગાળના લોકોને વિશ્વાસ અપાવું છું કે કેન્દ્રની સરકાર સંપૂર્ણ શક્તિ સાથે પશ્ચિમ બંગાળના નાગરિકોની પડખે ઉભી છે અને રાહતના કામમાં રાજ્ય સરકારને તમામ મદદ કરશે."


PM મોદીએ ફાની અસરગ્રસ્ત ઓડિશાની લીધી મુલાકાત, 1000 કરોડ સહાયની કરી જાહેરાત


વડાપ્રધાને કહ્યું કે, "હું હમણા જ ઓડીશા ચક્રવાતના નુકસાનનું હવાઈ નીરિક્ષણ કરીને આવ્યો છું. પશ્ચિમ બંગાળની પરિસ્થિતિથી પણ વાકેફ છું. આ મુશ્કેલ ઘડીમાં કેન્દ્ર સરકાર તમારી સાથે જ છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...