Viral Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સાથેના અનેક વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. પરંતુ તેમાં ક્યારે કયો વીડિયો વાયરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ બની જાય છે. ઈન્ટરનેટ પર શેર કરવામાં આવેલા તમામ વીડિયોમાં અલગ-અલગ પ્રકારના વીડિયોમાં કન્ટેન્ટ લોકોને ઘણું પસંદ આવે છે. આ કડીમાં સોશિયલ મીડિયામાં એક વ્યક્તિને હેરાન કરનારો વીડિયો લોકોની વચ્ચે ચર્ચા જગાવી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ પોતાની બાઈક પર વિશાળકાય મગરને બાંધીને તેને મુસાફરી કરાવતો જોવા મળી રહ્યો છે. આ નજારાને જોયા પછી યૂઝર્સ દાંત નીચે આંગી દબાવવા મજબૂર બની રહ્યા છે. તેની સાથે જ લોકો વ્યક્તિને ખતરો કા ખિલાડી ગણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર oy_starrr નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જે ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો વારંવાર જોઈ રહ્યા છે. વીડિયોને અત્યાર સુધી 1,50,000થી વધારે લાઈક્સ મળી ચૂકી છે. જ્યારે 3.4 મિલિયનથી વધારે વ્યૂઝ પણ મળી ચૂક્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતાં કેટલાંક યૂઝર્સે વ્યક્તિને માથા ફરેલો તો કેટલાંક લોકોએ તેને ખતરો કા ખેલાડી ગણાવ્યો છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by @oy._.starrr


વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મગરને પોતાની સાથે ઘરે લઈ જતો જોઈ શકાય છે. વ્યક્તિ મગરને પોતાની બાઈક પર બંધીને પોતાની સાથે કોઈપણ જાતના ડર વિના સવારી કરી રહ્યો છે. આ નજારો જોઈને લોકોના હોશ ઉડી રહ્યા છે.


આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: 
WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube