નવી દિલ્હીઃ ગુનેગાર હોય કે પછી સામાન્ય વ્યક્તિ, દરેક પોલીસ અને જેલથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો પોલીસ કોઈને પકડવા આવે તો તે વ્યક્તિ ભાગવા કે છુપાવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેને જેલ જવાનું પસંદ નથી. તમે પણ આજ સુધી કોઈ એવા વ્યક્તિને નહીં મળ્યા હોવ જેને જેલ જવાનું પસંદ હોય કે પછી ખુદ જેલ જવા માટે પોલીસકર્મીઓને કહેતો હોય. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોલીસકર્મીઓને કહી રહ્યો છે કે મને જેલમાં પૂરી દો.


વ્યક્તિએ પોલીસને કર્યો કોલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પોલીસકર્મી એક વ્યક્તિને પૂછે છે કે તમે 100 નંબર પર ફોન કર્યો હતો, શું સમસ્યા છે? તેના જવાબમાં તે કહે છે- હા 2-2 વાર ફોન કર્યો હતો. મને કોઈ સમસ્યા નથી, બસ વધુ દારૂ પીવુ છે. તેથી મને થોડા દિવસ જેલમાં રાખો. વીડિયોમાં વ્યક્તિ કહે છે કે જેલમાં 10-12 દિવસ રહીશ તો દારૂ છૂટી જશે. ત્યાં પીવા મળશે નહીં અને ત્યાં ઓફિસર લોકો પણ હોય છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube