મુંબઈઃ મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર કંપારી છૂટાવી દેનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ દ્રશ્યો તેમને વિચલીત કરી દેનારા છે. જેમાં એક યુવાન દોડતો દોડતો પ્લેટફોર્મ પર આવી ચઢે છે અને જેવી લોકલ ટ્રેન આવે કે તુરંત જ યુવાન ટ્રેન આગળ કૂદી પડે છે. આ ઘટના 12 જૂને સવારે 8 વાગ્યેને 28 મિનિટે આ ઘટના બની હતી. યુવાન પ્લેટફોર્મ પર ફરતો ફરતો અચાનક ટ્રેનની આગળ કૂદી પડે છે અને થોડી સેકન્ડમાં જ તેના રામ રમી જાય છે. હજુ સુધી પણ આ યુવાન કોણ છે તેની ઓળખ પોલીસ કરી શકી નથી.