નવી દિલ્હી: 3 વર્ષ પહેલા પતિને ગુમાવનાર યુવા માર્કેટિંગ સલાહકાર સુપ્રિયા જૈનની દુનિયા ફરી રોશન થઇ ગઇ છે. તેના ઘર આગંણામાં હવે બાળકની કિલકારીઓ સંભળાશે. તેના પિતા બીજુ કોઇ નહીં તે જ વ્યક્તિ છે જેનું 3 વર્ષ પહેલા મોત થયું હતું. આ ચમત્કાર ઈન વિટ્રો ગર્ભાધાન (આઇવીએફ) ટેકનિકથી થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ અકસ્માતમાં પતિનું મોત થયું હતું
આ ચમત્કારની કહાનીની શરૂઆત વર્ષ 2015માં થઇ હતી. સુપ્રિયા જૈન અને ગૌરવ એસે તે સમયે પરિવાર વધારવાનો નિર્ણય કર્યો હતો. તેમના લગ્ન 5 વર્ષ અગાઉ થઇ ચુક્યા હતા. પરંતુ તે સમય દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું. ડૉક્ટરી તપાસમાં જાણવા મળ્યું હતું કે સામાન્ય રીતે તેઓ માતા-પિતા બની નહીં શકે, માટે તેઓએ આઇવીએફ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જોકે, નસીબને કઇંક અલગ જ મંજૂર હતું. જ્યારે તેમણે આઇવીએફ પ્રક્રિયા પૂરી કરી તે દરમિયાન એક રોડ અકસ્માતમાં ગૌવરનું મોત થયું હતું. પરંતુ આ ઘટના પહેલા બન્નેએ આઇવીએફ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.


પતીના મોતથી ટૂટી ગઇ હતી સુપ્રિયા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ પતિનું મોત થવાથી સુપ્રિયા એકદમ ટૂટી ગઇ હતી. તેણે બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું. એક બ્લોગમાં તેણે લખ્યું હતું કે, અકસ્માત પહેલા મારા પતિ એક નવું કામ શરૂ કરવાના હતા. તેમણે તેમની માતાને કહ્યું હતું કે તેઓ જલ્દી સારા સમાચાર આપશે. આ દુ:ખના સમયમાં જયપુર કનેક્શન રાખનાર સુપ્રિયાએ એક મોટો ફેસલો કર્યો છે. તેણે પરિવારના લોકોની અનુમતી લીધા વગર જ તેના સ્વ.પતિના બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો છે. તેને કોઇએ ડૉ. ફિરૂજા પરિખનું સરનામું આપ્યું હતું. ડૉ. ફિરૂજા પરિખે મુંબઇમાં ઘણા નિસંતાન કપલને સંતાન પ્રાપ્તિમાં મદદ કરી છે.


સેરોગેટ માતા બની પૂર થયું સ્વપ્ન
ડૉ. પરિખના જણાવ્યા મુજબ તેમણે આ ચમત્કાર પહેલા સુપ્રિયાને માનસિક રીતે તૈયાર કરી હતી. જ્યારે તે ખાતરી થઇ ગઇ કે તે હવે મા બનવા માગે છે ત્યારે આઇવીએફ પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે શરૂઆતમાં ઘણી તકલીફો પડી હતી. બેંગલોરથી જ્યારે અમારી પાસે ગૌરવના પ્રીઝર્વ કરાયેલ એક વાયલ સ્પર્મ આવ્યા ત્યારે અમે ઘણા ડરી ગયા હતા. અમે સુપ્રિયા પર ઘણી વાર આઇવીએફ પ્રક્રિયા કરી પણ ગર્ભધારણ કરવામાં સફળતા મળી ન હતી. ત્યારબાદ અમે સરોગેટ મધરથી સંતાન પ્રાપ્તિ કરવાનો નિર્ણય લીધો અને તેમાં સફળતા મળી. આ સમય વચ્ચે સુપ્રિયા તેના પતિની વરસી પહેલા બેંગલોરથી જતી રહી હતી. તે બાલીમાં હતી જ્યારે અમે તેને ફોન પર બાળકનો જન્મ થયો હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારે તેણે માત્ર એટલું જ કર્યું કે તે તેના પિતા જેવો દેખાતો હશે અને હવે તે પતિની વરસી પર ક્યારેય બેંગલોરથી ભાગશે નહી.