રાજસ્થાન સરકારમાં કામ કરતા એક વ્યક્તિએ પોતાની 5 મહિનાની પુત્રીને નહેરમાં ફેંકી દીધી. પોલીસના જણાવ્યાં મુજબ કર્મચારીએ પોતાની પુત્રીને ઈન્દિરા ગાંધી નહેરમાં એટલા માટે ફેંકી દીધી કારણ કે સ્થાયી નોકરી મેળવવા માટે કોઈ મુશ્કેલી ન નડે. આ અપરાધમાં તેની પત્નીએ પણ તેના પતિને સાથ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે દંપત્તિની ધરપકડ કરી
આ ઘટના બીકાનેર જિલ્લાના છતરગઢ પોલીસ મથકની છે. રવિવારની સાંજે દંપત્તિએ પુત્રીને નહેરમાં ફેંકી દીધી હતી. બીકાનેર એસપી યોગેશ યાદવે કહ્યું કે દીકરીની હત્યાના આરોપમાં દંપત્તિની આજે ધરપકડ કરાઈ છે. વ્યક્તિએ પત્ની સાથે કરાર પર સરકારી નોકરી મેળવવા માટે આ પગલું  ભર્યું હતું. 


મૌલાના સાજિદ રશીદીનું વિવાદિત નિવેદન, સોમનાથ મંદિર પર થયેલા હુમલાને યોગ્ય ઠેરવ્યો


ઈન્ટ્રાનેઝલ વેક્સીન ક્યારે મળશે, ક્યાં મળશે અને કેટલી હશે કિંમત? તમામ માહિતી જાણો


Good News! રાશનકાર્ડ ધારકોની લાગી લોટરી, હવે આ વસ્તુઓ પણ મળશે મફત


પોલીસે કેસ દાખલ કર્યો
બીકાનેર પોલીસ અધીક્ષક યોગેશ યાદવે કહ્યું કે દંપત્તિની પુત્રીની હત્યાના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ઝવરલાલ મેઘવાલ અને તેમની પત્ની ગીતા દેવી વિરુદ્ધ છતરગઢ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 302 અને 120બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube