નવી દિલ્હી: લગ્નમાં આમ તો છોકરીવાળા પોતાના જમાઈને અનેક ભેટ આપતા હોય છે, કોઈ કાર આપે તો કોઈ મોંઘીદાટ બાઈક કે ઘર કે અન્ય ચીજવસ્તુઓ. પરંતુ હરિયાણાના ફતેહાબાદમાં એક એવા લગ્ન જોવા મળ્યાં જેમાં છોકરીવાળાઓએ પોતાના જમાઈને જે ભેટ આપી તે ચર્ચાનો વિષય બની ગયો. વાત જાણે એમ છે કે આ  લગ્નમાં દુલ્હાને ભેટમાં વાંદરો આપવામાં આવ્યો છે. આ ભેટ મેળવીને જમાઈને ગુસ્સો નથી આવ્યો પરંતુ ખુબ ખુશી થઈ છે. આ ખુશી પાછળ પણ એક જબરદસ્ત કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંદરો ભેટમાં મેળવીને ખુશ છે દુલ્હેરાજા
ફતેહાબાદના ટોહાના નિવાસી સંજય પૂનિયાની ઉચાનાના ગામ ડવાનાખેડા નિવાસી હરિચંદની પુત્રી રિતુ સાથે 11 ફેબ્રુઆરીએ લગ્ન થયાં. આ લગ્નમાં છોકરીના પરિવાર તરફથી સંજયને ભેટમાં વાંદરો આપવામાં આવ્યો. સંજય પોતે ઘણા દિવસથી વાંદરો ખરીદવાનું વિચારી રહ્યો હતો. 


તેમણે જણાવ્યું કે તેમના ઘરમાં ભેંસો માટે નજીકમાં જ પોણા બે એકર જમીનમાં લીલું ઘાસ પાથરવામાં આવે છે. પરંતુ ત્યાં હંમેશા વાંદરા આવી જાય છે અને ચારો ઉઠાવીને લઈ જાય છે. જેનાથી પરેશાન સંજયે એક માણસને ફક્ત વાંદરાને ભગાડવા માટે કામે રાખ્યો હતો. પરંતુ આમ છતાં મુશ્કેલીઓ ઓછી થતી નહતી. 


લગ્નની વાતચીત દરમિયાન વાંદરાઓથી થતી કનડગતની વાત આવી સામે
લગ્નની વાતચીત દરમિયાન યુવતીના પરિવારજનો સાથે આ અંગે વાતચીત થઈ. વાતચીત દરમિયાન યુવતીવાળાઓએ વાંદરાઓની સમસ્યાને પહોંચી વળવા માટે વાંદરાને લાવવાનું સૂચન કર્યું. પરંતુ યુવકના પરિજનોને વાંદરો ક્યાંથી લાવવો તેની કોઈ માહિતી નહતી. 11 ફેબ્રુઆરીના રોજ જ્યારે લગ્ન થયા ત્યારે યુવતીના પરિજનોએ પુત્રીને વિદાય કરતી વખતે એક વાંદરો પણ સાથે મોકલી દીધો. 


વાંદરાના આવવાથી દુલ્હેરાજાનો પરિવાર જે વાંદરાઓની કનડગત ભોગવી રહ્યો હતો તે ઓછી થવા લાગી છે. હવે તેઓ પાક કે ઘરની આસપાસ બહુ ઓછા જોવા મળે છે. જેના કારણે સંજયની સાથે સાથે સાસરીયાઓ પણ ખુબ ખુશ છે.