નવી દિલ્હી: એક તરફ જ્યાં કોરોના વાયરસ (Coronavirus)ને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટા પગલાં ભરી રહી છે. તો બીજી તરફ દિલ્હી (Delhi)માં એક આશ્વર્યજનક કેસ સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ નોર્થ ઇસ્ટ (North east)ની એક છોકરી પર થૂંક્યું દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસ રવિવારે રાત્રે જણાવ્યું હતું કે આ વ્યક્તિએ છોકરીએ થૂંકીને કહ્યું કે તૂ કોરોના છે. છોકરીની ફરિયાદ પર દિલ્હી પોલીસે આઇપીસીની કલમ 509 હેઠળ કેસ દાખલ કર્યો છે. 


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હી દિલ્હી સરકારે આજથી 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. 


દિલ્હીમાં લોકડાઉન દરમિયાન આ બધુ બંધ રહેશે


- પબ્લિક ટ્રાંસપોર્ટ બંધ રહેશે, ટેક્સી, ઓટો, રિક્શા, ઇ-રિક્શાને પરવાનગી નથી. મેટ્રો સેવા પણ આ દરમિયાન બંધ રહેશે. 


- બજાર, દુકાનો વ્યાપરિક પ્રતિષ્ઠાન, મોલ્સ, જિમ ગોદામ, સાપ્તાહિક બજાર બંધ રહેશે. 


- દિલ્હીને અડીને આવેલા રાજ્યોના બોર્ડર સીલ રહેશે. 


- દૂધ, શાકભાજીઓ, ખાણીપીણી, દવાઓ જેવી જરૂરી સામાનોની આપૂર્તિની પરવાનગી આપશે. 


- દિલ્હીમાં બસ સેવા બંધ રહેશે, ખાનગી બસોને પણ પરવાનગી નથી, ડીટીસીની 25% બસો દોડશે જેથી જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો અવર-જવર કરી શકશે. 


- દિલ્હીના તમામ ધાર્મિક સ્થળ બંધ રહેશે, તમામ ઓફિસ-ફેક્ટરી બંધ રહેશે. તમામ કર્મચારી ભલે નિયમિત હોય અથવા કોન્ટ્રાક્ટ પર તેમને ઓન ડ્યૂટી માનવામાં આવશે. તેમની સેલરી કપાશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube