ગાઝિયાબાદઃ ગાઝિયાબાદમાં કોરોના વાયરસનો એક દર્દી સામે આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. ગાઝિયાબાદમાં કોરોના વાયરસનો ચેપી આ દર્દી આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે. બુધવારની રાત્રે ગુરૂગ્રામમાં પેટીએમનો એક કર્મચારી પણ કોરોનાનો શિકાર હોવાની પુષ્ટિ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાઝિયાબાદના જે વ્યક્તિમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે, તે ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનો રહેવાસી છે. મહત્વનું છે કે દર્દી 23 ફેબ્રુઆરીએ ઈરાનની રાજધાની તેહરાનથી પરત ફર્યો હતો. હાલ રાજધાની દિલ્હીના આરએમએલ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે. ગાઝિયાબાદના ડીએમે આ જાણકારીની ખાતરી કરી છે. 


મહત્વનું છે કે દેશભરમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકોને જાગરૂત કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં કોરોનાનો રોકવા માટે ઘણા સમયથી તૈયારી ચાલી રહી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ભવનમાં હોળીના કાર્યક્રમોને પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઇટાલી અને કોરિયાથી પરત આવતા લોકો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. ગુરૂવારે દિલ્હી સરકારે પણ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 31 માર્ચ સુધી તમામ સરકારી તથા ખાનગી શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય દિલ્હી સરકારે પોતાની તમામ ઓફિસોમાં બાયોમેટ્રિક હાજરી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 


કોરોનાને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળા 31 માર્ચ સુધી બંધ, PM મોદીનો બેલ્જિયમ પ્રવાસ રદ્દ 


મહત્વનું છે કે વિશ્વભરમાં 3200થી વધુ લોકોના મોત કોરોના વાયરસને કારણે થયા છે. માત્ર ચીનમાં 3000 લોકોના મોત આ વાયરસની ઝપેટમાં આવતા થયા છે. અત્યાર સુધી વિશ્વભરમાં કોરોનાના 95,000થી વધુ મામલા સામે આવી ચુક્યા છે. વિશ્વના 85 દેશોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...