જયપુરઃ Man killed his aunt using hammer and cut her body:  રાજસ્થાનની રાજધાની જયપુરથી દિલ્હીની શ્રદ્ધા વોલકર હત્યાકાંડ જેવો હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. કાકી દ્વારા અહીં રોકવામાં આવતા ગુસ્સામાં ભત્રીજાએ પહેલા તેની હત્યા કરી અને પછી લાશના 10 ટુકડા કરી જંગલમાં ઠેકાણે લવાગી દીધી. આ સનસનીખેજ હત્યાકાંડ જયપુરના વિધાધર નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે આરોપી ભત્રીજાનું નામ અનુજ શર્મા ઉર્ફે અચિંત્ય ગોવિંદ દાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર અનુજ દિલ્હી જવા ઈચ્છતો હતો પરંતુ કાકી તેના આ નિર્ણયથી નારાજ હતી. તેણે તેને દિલ્હી જવાની મંજૂરી આપી નહીં, આ કારણે તે ગુસ્સે થયો હતો. ત્યારબાદ તેણે હથોડાથી કાકીની હત્યા કરી દીધી. મૃતક મહિલા કેન્સરથી પીડિત હતી, તો આરોપીના માતાનું મોત કોવિડ સમયમાં કોરોનાને કારણે થઈ ગયું હતું. 


શું હતું ગુસ્સાનું કારણ?
હકીકતમાં આરોપી અનુજ ઉર્ફે ગોવિંદ દાસ લાંબા સમયથી ઇસ્કોન સાથે જોડાયેલો હતો. તેણે ઇસ્કોનની દીક્ષા પણ લીધી હતી. તે હત્યા કરતા પહેલા કીર્તન માટે દિલ્હી જવા ઈચ્છતો હતો. પરંતુ કીર્તન માટે દિલ્હી જવાની વાત પર કાકી નારાજ થઈ ગયા અને તેણે તેને રોકી લીધો. ત્યારબાદ ભત્રીજાએ કાકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 


આ પણ વાંચોઃ કિરણ રિજિજૂએ રાહુલ ગાંધી પર લગાવ્યો સેનાના અપમાનનો આરોપ, કહ્યું- તવાંગ ક્ષેત્ર.....


હથોડાથી હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવા માટે અનુજે માર્બલ કાપવાના કટરથી કાકીના શરીરના 8થી 10 ટુકડા કર્યાં અને બોડીના ટુકડાને ટ્રોલી બેગમાં નાખી, તેણે દિલ્હી રોડ સ્થિત જંગલોમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ તે ખુદ પોલીસ સ્ટેશન ગયો અને કાકી ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. 


પોલીસ પાસે પહોંચી કહ્યું- કાકી ગુમ થઈ ગયા છે
પોલીસે આ મામલા વિશે જાણકારી આપતા કહ્યું કે આરોપી અનુજ શર્માએ 11 ડિસેમ્બરે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો અને કહ્યું કે તેના કાકી ગાયબ છે. પોલીસને તેના નિવેદનમાં ઘણા પ્રકારના વિરોધાભાસ જોવા મળ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અનુજ પોતે હત્યારો છે. તેણે પહેલા હથોડાથી હુમલો કરી હત્યા કરી અને ત્યારબાદ કટરથી મૃતદેહના ટુકડા કર્યાં હતા. 


કિરણ રિજિજૂએ રાહુલ ગાંધી પર લગાવ્યો સેનાના અપમાનનો આરોપ, કહ્યું- તવાંગ ક્ષેત્ર.....