Egg Pani Puri Video: પાણીપુરી એ ખાવાની એક એવી વસ્તુ છે જેના વિશે વિચારતા જ તમારા મોઢામાં પાણી આવી જતું હશે. ત્યારબાદ મન ભરીને પાણીપુરી ખાવાની ઈચ્છા થતી હોય છે. ભારતમાં લોકોને પાણીપુરી ખુબ જ ભાવતી હોય છે. એ હદે ભાવતી હોય છે કે લોકો તેના માટે લાઈન લગાવે છે. છોકરીઓને તો ખુબ જ પસંદ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયો વીડિયો
પણ અહીં તમને એક એવી પાણીપુરી વિશે જણાવીશું જે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. તમારા માટે વિશ્વાસ કરવું મુશ્કેલ થશે કે આખરે આવું કઈ રીતે શક્ય બની શકે. પાણીપુરીમાં જાત જાતના પ્રયોગો થતા રહે છે. આવો જ એક પ્રયોગ સુરતના દુકાનદારે પાણીપુરી સાથે કર્યો છે. આ પ્રયોગ જોઈને તમારું માથું ભમી જશે. 


વાત જાણે  એમ છે કે એ દુકાનદાર પાણીપુરીમાં ઈંડા નાખીને લોકોને સર્વ કરી રહ્યો છે. આ અજીબોગરીબ કોમ્બિનેશનને કેટલાક લોકો પસંદ કરી રહ્યા છે. જો કે આ પાણીપુરીનો વીડિયો જોઈને કેટલાક લોકો ભડકી પણ ગયા છે. સોશિયલ મીડિયા પર ભડકેલા યૂઝર્સે તો એટલે સુદ્ધા કહી દીધુ કે આ પાણીપુરી જોઈને ઉલટી આવી રહી છે. 



પાણીપુરીમાં નાખે છે ઈંડાની જરદી
વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર મોટી કડાઈમાં તેલ નાખે છે. પછી તેમાં કાપેલી ડુંગળી, લીલા મરચા, ટામેટા અને પછી છેલ્લે બે ઈંડાની જલદી નાખીને તેમા થોડો મસાલો ભેળવવામાં આવે છે. ત્યારબાદ તેને સાંતળીને દુકાનદાર સ્ટ્ફ મેશ કરી ગ્રેવી તૈયાર કરે છે અને તેને એક વાડકીમાં મૂકે છે. પછી દુકાનદાર આ ગ્રેવીને પાણીપુરીમાં નાખીને તેના પર દહીં અને સેવ ભભરાવે છે. ત્યારબાદ લોકોને સર્વ કરી દે છે. 


આ વીડિયો જોયા બાદ શાકાહારી લોકોને તો છોડો માંસાહારી લોકોને પણ ઉલટી આવી જાય. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફૂડ બ્લોગર આશીષ શ્રીવાસ્તવે પોતાના એકાઉન્ટ foodie_on_enfield પર શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો દુકાનદાર પર ભડકી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યું કે હવે પાણીપુરી ખાવાનું છોડવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube