lover shahdol upset with girlfriend: શહડોલ જિલ્લાથી અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં પોતાની ગર્લફ્રેન્ડથી કંટાળેલો એક બોયફ્રેન્ડ પરિજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. તેણે પોલીસ પાસે મદદની ગુહાર લગાવી છે કે સાહેબ મને મારી ગર્લફ્રેન્ડથી બચાવો. તે મારી સાથે લગ્ન કરતી નથી કે બીજા સાથે લગ્ન કરવા દેતી નથી. મહામહેનતે પરિજનોએ મારા લગ્ન કરાવ્યા હતા જેને ગર્લફ્રેન્ડે  તોડાવી નાખ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ મથકનો છે. ગ્રામ પંચાયત ચકરવાહનો રહીશ 22 વર્ષનો યુવક પોલીસ સ્ટેશન પહોંચી ગયો. તેણે પોલીસકર્મીને પોતાની લવ સ્ટોરી સમસ્યા જણાવી. તેણે ફરિયાદમાં કહ્યું કે એક છોકરી સાથે છેલ્લા 4 વર્ષથી તે રિલેશનશીપમાં છે. તે છોકરી પણ તે પોલીસ મથક હદમાં જ રહે છે. બંને ભાડાના મકાનમાં લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. છોકરી તેની સાથે પત્નીની જેમ રહે છે. તે પોતાના ઘરે પણ આવતી જતી રહે છે. 


યુવકે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી હું યુવતીને કહું છું કે સામાજિક રીતિ રિવાજથી લગ્ન કરી લઈએ. પરંતુ તે હંમેશા વાત ટાળતી રહી. વર્ષ પર વર્ષ વીતતા ગયા. જ્યારે તે 4 વર્ષ બાદ પણ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર ન થઈ તો મારા પરિજનોએ મારા વિવાહ કોઈ બીજી યુવતી સાથે નક્કી કરી કરી દીધા. વિવાહની બધી તૈયારીઓ બંને પક્ષ તરફથી કરી નાખવામાં આવી. પરંતુ છેલ્લી ઘડીએ મારી પ્રેમિકા આ વિવાહમાં આડે આવી અને મારા વિવાહ તૂટી ગયા. 


Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?


ઘરેલુ કામ નથી આવડતું! 'સાસુ જો વહુને પરફેક્ટ થવાનું કહે તો તે ક્રુરતા ગણાય નહીં'


જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ગળે ફાંસો ખાઈ લીધો, ફેન્સ આઘાતમાં સરી પડ્યા


પોલીસના જણાવ્યાં મુજબ પીડિતનું કહેવું છે કે લગ્ન તૂટવાથી તેને ઘણું આર્થિક નુકસાન થયું છે. જ્યાં લગ્ન થવાના હતા તે માટે પણ પૈસા આપવા પડી રહ્યા છે. બીજી બાજુ મારી ગર્લફ્રેન્ડ હવે લગ્ન કરવા માટે તૈયાર નથી. યુવકનું કહેવું છે કે ખબર નહીં કેમ તે મને કુંવારો રાખવા માંગે છે. યુવકની ફરિયાદ પર પોલીસ તપાસ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube