લખનઉ: સૂકો મેવો વેચતા 3 કાશ્મીરી યુવકોના આધાર કાર્ડ માંગ્યા અને પછી નિર્દયતાથી ખુબ માર્યા
પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થનારી ધૃણાસ્પદ અપરાધિક હરકતો બંધ થવાનું નામ લેતી નથી. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના હસનગંજ વિસ્તારના ડાલીગંજ પુલ પર જોવા મળી જ્યાં સૂકો મેવો વેચતા 3 કાશ્મીરીઓ પર કેટલાક ઉપદ્રવીઓએ હુમલો કર્યો.
લખનઉ: પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થનારી ધૃણાસ્પદ અપરાધિક હરકતો બંધ થવાનું નામ લેતી નથી. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના હસનગંજ વિસ્તારના ડાલીગંજ પુલ પર જોવા મળી જ્યાં સૂકો મેવો વેચતા 3 કાશ્મીરીઓ પર કેટલાક ઉપદ્રવીઓએ હુમલો કર્યો. હુમલાખોરોએ કાશ્મીરીઓ પાસે તેમના આધારકાર્ડ પણ માંગ્યા અને જોયા બાદ તેમની નિર્દયતાથી પીટાઈ કરી. બે કાશ્મીરી યુવકો યેનકેન પ્રકારે જીવ બચાવીને ભાગ્યાં. જ્યારે એકને પોલીસ તેમની સાથે લઈ ગઈ. આ ઘટનાનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં એ પણ જોવા મળ્યું છે કે આ ગુંડાઓ દ્વારા કાશ્મીરીઓની પીટાઈ થતી જોઈને ત્યાં રસ્તે જતા રાહગીરોએ તેમને ચુંગલમાંથી બચાવ્યાં હતાં.
દિગ્વિજયને એવું લાગે છે કે આતંકના પક્ષમાં બોલવાથી ભારતના મુસલમાનો ખુશ થશે: ઉમા ભારતી
તપાસ બાદ પોલીસે કાશ્મીરી યુવકને તેના જાણીતા લોકોને હવાલે કરીને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વાત જાણે એમ છે કે કાશ્મીરના રલોગાનો રહીશ અફઝલ નાઈકે જણાવ્યું કે વઝીરગંજના ગોલાગંજ વિસ્તારમાં તે રસ્તાઓ પર સૂકો મેવો વેચે છે. રોજની જેમ બુધવારે સાંજે અફઝલ પોતાના બે સાથીઓ સાથે ડાલીગંજ પુલ પર સૂકો મેવો વેચતો હતો. આ દરમિયાન ત્યાં 3થી 4 લોકો કારમાં આવ્યાં અને તેમની પીટાઈ શરૂ કરી દીધી. આરોપીઓએ અફઝલ અને તેના બે સાથીઓ પર શંકાસ્પદ હોવાનો આરોપ મૂકીને પીટાઈ શરી કરી. આ દરમિયાન આરોપીઓએ કાશ્મીરી યુવકો પાસે તેમના આધાર કાર્ડ માંગ્યા હતાં.
વાયુસેનાએ એર સ્ટ્રાઈકની તસવીરો ભારત સરકારને આપી, આતંકી કેમ્પને ખુબ નુકસાન-સૂત્ર
હસનગંજ પોલીસે અફઝલની પૂછપરછ કર્યા બાદ તેને એક પરિચિતને હવાલે કરી દીધો. કાશ્મીરી યુવકો સાથે થયેલી આ મારપીટ અંગે હસનગંજ પોલીસે કે કોઈ અધિકારીએ કશું જણાવ્યું નહીં. પીડિત અફઝલની ફરિયાદ પણ ન નોંધી. પહેલા તો પોલીસ આ સમગ્ર મામલાને માત્ર મામૂલી મારપીટની ઘટના ગણાવી રહી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાઈરલ થતા પોલીસે અફઝલ તરફથી હાલ મામલો તો નોંધ્યો છે અને એક આરોપીની ધરપકડ પણ કરી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...