મેરઠ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મેરઠથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે એક લગ્ન સમારોહમાં વ્યક્તિએ તંદૂરમાં રોટલી શેકતી વખતે થૂંક લગાવ્યું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ રોટલી બનાવતી વખતે તેના પર થૂંકી રહ્યો છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું કે વ્યક્તિની આ હરકતથી કોરોનાની બીમારી ફેલાઈ શકે છે. જ્યારે કેટલાક  લોકોએ કહ્યું કે થૂંક લગાવેલી રોટલી ખાવાથી તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. આ બધા વચ્ચે હિન્દુ જાગરણ મંચ (Hindu Jagran Manch) તરફથી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. 


પોલીસે જણાવ્યું કે હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ સચિન સિરોહીએ પોલીસ સ્ટેશન હાજામાં ફરિયાદ દાખલ કરી છે કે અરોમા ગાર્ડન ગઢ રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નૌશાદ ઉર્ફે સુહેલ લગ્નમાં રોટલી બનાવતી વખતે થૂંકતો જોવા મળી રહ્યો છે. 


આ કલમ હેઠળ ગુનો નોંધાયો
ફરિયાદ મુજબ નૌશાદ રોટલીઓ પર થૂંકતો હોવાના કારણે લોકોને કોરોનાની બીમારી થઈ શકે છે. પોલીસે આઈપીસીની કલમ 269, 270, 118 અને મહામારી અધિનિયમની કલમ 03 હેઠળ નૌશાદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube