ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના તમામ લોકોની હત્યા કરી નાખી. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો સામેલ હતાં. આરોપી પતિનું નામ ઉપેન્દ્ર શુક્લા છે. તે ટીચર હતો. શુક્રવારે રાતે 1થી દોઢ વાગ્યાની વચ્ચે તેણે ચાકૂના ઘા ઝીંકીને લોકોની હત્યા કરી નાખી.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના તમામ લોકોની હત્યા કરી નાખી. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો સામેલ હતાં. આરોપી પતિનું નામ ઉપેન્દ્ર શુક્લા છે. તે ટીચર હતો. શુક્રવારે રાતે 1થી દોઢ વાગ્યાની વચ્ચે તેણે ચાકૂના ઘા ઝીંકીને લોકોની હત્યા કરી નાખી.
બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર
ડિપ્રેશનનો શિકાર હતો આ ટીચર
મૃતક બાળકોમાં એક 2 મહિનાની છોકરી, એક 7 વર્ષની છોકરી અને એક 5 વર્ષનો છોકરો તથા પત્ની સામેલ હતાં. આરોપી ડિપ્રેશનમાં રહેતો હતો હોવાનું જાણવા મળ્યું છે. જે ઘરમાં બધાની હત્યા થઈ તે જ ઘરમાં સાસુ રહેતી હતી. તેણે જોયું કે ઉપેન્દ્ર દરવાજો ખોલી રહ્યો નથી.
રેપના આરોપી BSP સાંસદ અતુલ રાયે દોઢ મહિના બાદ વારાણસી કોર્ટમાં કર્યું સમર્પણ
પાડોશીઓએ પોલીસને આપી સૂચના
શનિવારે સવારે જ્યારે પાડોશીઓએ ઘરનો દરવાજો ખટકાવ્યો તો તે ખુલ્યો નહીં. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો ખોલ્યો તો સ્તબ્ધ થઈ ગઈ. સાઉથ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે ઉપેન્દ્રની ધરપકડ કરી લેવાઈ છે અને હાલ પૂછપરછ ચાલુ છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે ઉપેન્દ્રએ બાળકો અને પત્નીના ગળા પર પ્રહાર કર્યા હતાં. પોલીસે તે ચાકૂ પણ જપ્ત કરી લીધુ છે.
જુઓ LIVE TV