નવી દિલ્હી: મહારાષ્ટ્રના વાશિમમાં એક કળિયુગી પુત્રની અત્યંત શરમજનક કરતૂત સામે આવી છે. જમીન વિવાદમાં એક પુત્રએ તેની વૃદ્ધ માતાને ખેતરમાં ટ્રેક્ટર સામે ફેંકી દીધી. આવા અહેવાલ ખરેખર વિચારવા માટે મજબુર કરી નાખે છે કે શું જમીનના એક નાના ટુકડા માટે કોઈ વ્યક્તિ પોતાની માતાનો જીવ જોખમમાં મૂકી શકે? કહેવાય છે કે પુત્રએ આવું એટલા માટે કર્યું જેથી કરીને તે તેના વિરોધી વ્યક્તિને જમીન પર ટ્રેક્ટર ચલાવતા રોકી શકે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ઘટનામાં વૃદ્ધ મહિલાને કોઈ ઈજા થઈ છે કે નહીં. ઘટના 21મી જૂનની હોવાનું કહેવાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રની કરતૂતનો VIDEO જોવા ક્લિક કરો- મહારાષ્ટ્રની અત્યંત શરમજનક ઘટના, જોઈને લોહી ઉકળી જશે


ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા રોકવા માટે માતાને ટ્રેક્ટર આગળ ફેંકી
મળતી માહિતી મુજબ માલેગાવ તહસીલના મુંગલા ગામના રહીશ એક વ્યક્તિએ પોતાની જ માતાને ટ્રેક્ટર સામે ફેંકી દીધી. હકીકતમાં રાઉત પરિવાર અને દલવી પરિવાર વચ્ચે ખેતરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તહસીલ કોર્ટે રાઉત પ રિવારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ રાઉત પરિવાર જ્યારે ખેતરમાં ખેતી કરવા માટે પહોંચ્યો તો આ વાત દલવી પરિવારના પુત્રને એટલી આકરી લાગી કે તેણે ટ્રેક્ટર રોકવા માટે પોતાની જ માતાને ટ્રેક્ટર સામે ફેંકી દીધી.


સોશિયલ મીડિયા પર લોકો કાળઝાળ
ઘટનાનો વીડિયો ખુબ વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કળિયુગી પુત્ર પોતાની માતાને ટ્રેક્ટરના આગલા પૈડા આગળ ધકેલી દીધી છે. આ ઘટનાની તપાસ થઈ રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ કામ માટે તે વ્યક્તિ વિરુદ્ધ ક્રાઈમ તપાસ શરૂ કરી દીધી છે. વીડિયો સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ આ કળિયુગી પુત્ર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.


પોલીસે કહ્યું કે એકની ધરપકડ કરાઈ
આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા માલેગાંવના વરિષ્ઠ પોલીસ અધિકારી સુરેશ નાયકનાવારે કહ્યું કે ત્યાં બે જૂથ વચ્ચે જમીન વિવાદના પગલે લડાઈ થઈ હતી. બંને પક્ષના લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ગઈ છે. એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આગળ તપાસ ચાલુ છે.