દહેજમાં બાઇક નહી મળતા વ્યક્તિએ પોતાની પત્નીને વેચવા કાઢી અને પછી...
યુપીના આઝમગઢથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પોતાનાં શ્વસુર પક્ષ દ્વારા બાઇકની માંગ પુર્ણ નહી કરવામાં આવતા પોતાની પત્નીને સોશિયલ મીડિયા પર વેચવા માટે મુકી હતી. આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના મેહનગર પોલીસ સર્કલ ખાને ઠુંઠીયા ગામમાં બની હતી. જ્યાં આરોપી પુનિતે કથિત રીતે પોતાની પત્નીને મોટર સાયકલ માટે પરેશાન કરોત હતો, તેને વારંવાર માર પણ મારતો હતો. જેથી તે મહિલા પોતાનાં માતા - પિતાનાં ઘરે પરત ફરી હતી. જે કોતવાલી પોલીસ એકમમાં આવે છે.
આઝમગઢ : યુપીના આઝમગઢથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પોતાનાં શ્વસુર પક્ષ દ્વારા બાઇકની માંગ પુર્ણ નહી કરવામાં આવતા પોતાની પત્નીને સોશિયલ મીડિયા પર વેચવા માટે મુકી હતી. આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના મેહનગર પોલીસ સર્કલ ખાને ઠુંઠીયા ગામમાં બની હતી. જ્યાં આરોપી પુનિતે કથિત રીતે પોતાની પત્નીને મોટર સાયકલ માટે પરેશાન કરોત હતો, તેને વારંવાર માર પણ મારતો હતો. જેથી તે મહિલા પોતાનાં માતા - પિતાનાં ઘરે પરત ફરી હતી. જે કોતવાલી પોલીસ એકમમાં આવે છે.
મહારાષ્ટ્રમાં ભયાનક સ્વરૂપ ધારણ કરશે 'નિસર્ગ', 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
ત્યાર બાદ નારાજ પુનિતે પોતાની પત્નીના નંબર સાથે તેની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી અને લોકોને તેની સાથે વાત કરવા અને તેની સાથે સંબંધ બનાવવા માટે પૈસા આપવાની વાત કરી.જ્યારે મહિલાને પોતાનાં નંબર પર વિચિત્ર ફોન આવવા લાગ્યા તો તેણે પોતાનાં પતિને આરોપી ગણાવીને સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?
એસપી કાર્યાલયમાં પીઆરઓ સંજય સિંહે કહ્યું કે, અમે સોમવારે પુનિતની ધરપકડ કરી અને તેને જેલ મોકલી આપ્યો છે. આ મહિલાની વિરુદ્ધ ગુનાનો એક અસામાન્ય કેસ છે અને તેને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, આ પ્રકારનો જ કેસ બે દિવસ પહેલા પણ જિલ્લામાં બન્યો હતો. તે કેસનાં આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા વિરોધી અત્યાચાર કોઇ પણ પ્રકારે સાંખી લેવામાં નહી આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube