મંદસૌર : મધ્યપ્રદેશનાં મંદસૌરમાં સાત વર્ષની માસુમ બાળકીની સાથે નિર્ભયા જેવી ક્રૂરતા કરનારા બંન્ને આરોપીઓને કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. બંન્ને નરરાક્ષસોએ ગત્ત 26 જુને આ ક્રુર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટના બાદ માત્ર 48 કલાકમાં બંન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે અગાઉ આ મુદ્દે આરોપી ઇરફાનની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ બીજા આરોપી આસિફની પણ ધરપકડ કરી લીધી હતી. બંન્ને આરોપીઓએ મંદસૌર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. લોકોના ગુસ્સાને જોતા બંન્નેને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રખાયા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોનાં ગુસ્સાને જોતા કોર્ટે બંન્નેને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે આ મુદ્દે ઝડપને જોતા ઘટનામાં માત્ર 55 દિવસમાં બંન્ને દોષીતોને ફાંસીની સજા ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના દરમિયાન પીડિત બાળકીના આંતરડા અને પ્રાઇવેટ પાર્ટ અંદરથી અલગ થઇ ગયા હતા અને તેનાં આંતરડા બહાર આવી ગયા હતા. તેને એટલા ઉંડા ઘા વાગ્યા હતા કે તેની સર્જરી 7 કલાક સુધી ચાલી હતી. તેના ગળામાં પણ સાત ટાંકા આવ્યા હતા. નાક પર ઘા એટલા ઉંડા હતા કે ટ્યુબ લગાવવી પડી અને મોંઢાના ઘાને ઢાંકવા માટે લ્યૂકોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 

બાળકીની સારવાર કરનારા ડૉ. બ્રજેશ લાહોટીએ જણાવ્યું કે, બાળકીને ઉંડા ઘા હતા. તેને એક યૂનિટ બ્લડ પણ ચડાવવામાં આવ્યું હતું. બાળકી હજી સુધી ઉંડા આઘાતમાં છે. તેને હજી પણ આ આઘાતમાંથી બહાર આવવામાં લાંબો સમય લાગી શકે છે. બાળકી સાથે એટલી હદ સુધી ક્રુરતા કરવામાં આવી કે ડોક્ટર અને પોલીસ પણ તેની પરિસ્થિતી જોઇને થથરી ગઇ હતી.