લોકસભા અધ્યક્ષની દોડમાં મેનકા ગાંધી ઉપરાંત આ બે પ્રબળ નેતાઓ પણ દાવેદાર
ભાજપનું ટોપનું નેતૃત્વ ઉમેદવારનાં નામે મંથન કરી રહ્યા છે, આઠ વખત સાંસદ બની ચુકેલા મેનકા ગાંધી ભાજપનાં સૌથી અનુભવી લોકસભા સભ્ય છે
નવી દિલ્હી : લોકસભા અધ્યક્ષ પદ માટે ભાજપના ટોપ નેતૃત્વ ઉમેદવારનાં નામ પર મંથન કરી રહ્યા છે તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ઉપરાંત રાધામોહન સિંહ અને વીરેન્દ્ર કુમાર સહિત પાર્ટીનાં અનેક વરિષ્ઠ નેતાઓ આ પદની દોડમાં અગ્રેસર માનવામાં આવી રહ્યા છે. સુત્રો અનુસાર સંભવિત ઉમેદવારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ અને એસ.એસ અહલુવાલિયાના નામનો પણ સમાવેશ થાય છે. આઠ વખત સાંસદ બની ચુકેલ મેનકા ગાંધી ભાજપનાં સૌથી અનુભવી લોકસભા સભ્ય છે અને તેઓ અધ્યક્ષ પદ માટે એક સ્વાભાવિક વિકલ્પ છે. 17મી લોકસભામાં સૌથી અનુભવી સાંસદ હોવાના કારણે તેમના કાર્યવાહક અધ્યક્ષ પસંદ કરવામાં આવી શકે છે.
ભારતના વડાપ્રધાન બનવા માંગે છે પ્રિયંકા ચોપડા, નિકને બનાવશે રાષ્ટ્રપતિ
વીરેન્દ્ર કુમાર સાથે દલિત ફેક્ટર
રાધામોહન સિંહ પણ છ વખત સાંસદ રહી ચુક્યા છે અને તેમને પણ અધ્યક્ષ પદ માટે એક મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સિંહની સંગઠન પર મજબુત પકડ છે અને તેમની છબી વિનમ્ર અને બધાને સાથે લઇને ચાલતા નેતા તરીકેની છે. સુત્રોએ કહ્યું કે, વીરેન્દ્ર કુમાર પણ છ વખત સાંસદ રહી ચુક્યા છે અને તેમની દલિત છબી ભાજપ પક્ષે કામ કરી શકે છે.
કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડી ભાંગશે તો અમે વિકલ્પ શોધીશું: ભાજપ
બિહારમાં લગ્ન દરમિયાન વરમાળા બાદ વરરાજા ભાગી ગયા, પછી જે થયું ચોંકી ઉઠશો...
અહલુવાલિયા પણ છે મજબુત પક્ષકાર
અહલુવાલિયા ગત્ત સરકારમાં સંસદીય કાર્ય રાજ્યમંત્રી હતા અને વિધાયી મુદ્દામાં તેમની માહિતીના કારણે તેઓ વિખ્યાત છે. ભાજપ નેતાઓનાં એક વર્ગમાં તેઓ ખાસા પ્રખ્યાત છે. ભાજપ નેતાઓનાં એક વર્ગનું માનવું છે કે પાર્ટી નેતૃત્વ દક્ષિણ ભારત તરફથી કોઇ નેતાની પસંદગી કરીને દરેક વ્યક્તિને પરેશાન કરી શકે છે.
વડાપ્રધાન મોદીની માલદીવ, શ્રીલંકા યાત્રા પાછળ છે મહત્વનું અને કુટનીતિક કારણ !
લોકસભા ઉપાધ્યક્ષનું પદ જઇ શકે છે બીજુ જનતાદળ પાસે
સુત્રોએ જણાવ્યું કે, લોકસભા ઉપાધ્યક્ષનું પદ બીજુ જનતા દળ (બીજદ)ને આ વખતે સોંપવામાં આવી શકે છે તથા કટકના સાંસદ ભૃતુહરિ મહતાબનું નામ આ પદ માટે વિચાર કરવામાં આવી રહ્યા છે. મહતાબને 2017માં સર્વોત્તમ સાંસદનાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
લોકસભાની પહેલી બેઠક 17 જુને
16મી લોકસભામાં ઉપાધ્યક્ષ પદ પર અન્નાદ્રમુકના એમ. થમ્બી દુરૈને આસીન કરવામાં આવ્યા હતા. 17મી લોકસભાની પહેલી બેઠક 17 જુને થશે. અધ્યક્ષ પદ માટે 17 જુને ચૂંટણી થશે. નિચલા સદનમાં ભાજપ નીત રાજગ પાસે આશરે બે તૃતિયાંશ બહુમતી હોવાનાં કારણે લોકસભા અધ્યક્ષ પદ તેની જ પાસે જવાનું નિશ્ચિત છે.