સુલ્તાનપુર: ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આ વખતે સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમના પુત્ર વરુણ ગાંધી તેમની બેઠક પીલીભીતથી ચૂંટણીના મેદાનમાં છે. સામાન્ય રીતે રાજકારણમાં ગાંધી  પરિવારના લોકો એકબીજા સામે બોલતા નથી. પરંતુ આ વખતે ચૂંટણીનો માહોલ કઈંક અલગ જ છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સવાલો પર ચૂપ્પી તોડીને આકરા પ્રહારો કર્યાં. તેમણે તો એમ સુદ્ધા કહી દીધુ કે જો ભાજપ કહેશે તો તેઓ અમેઠીમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુલ્તાનપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મેનકા ગાંધીએ રવિવારે રાહુલ ગાંધીના બે જગ્યાએથી ચૂંટણી લડવાના સવાલ પર જવાબ આપ્યો. તેમણે પોતાના ચૂંટણી પ્રચારના બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર વાર કરતા કહ્યું કે જો પ્રિયંકા ગાંધી બનારસથી ચૂંટણી લડશે તો તેમની જીતની શક્યતા શૂન્ય છે. 


#IndiaKaDNA : ZEE ન્યૂઝના મહાસંવાદમાં અમિત શાહથી લઈને અખિલેશ યાદવ રજુ કરશે પોતાની વાત


મેનકા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાની બંને બેઠકો ગુમાવશે. તેમણે રાહુલ ગાંધીના અમેઠીની સાથે કેરળના વાયનાડથી ચૂંટણી લડવાના સવાલ પર કહ્યું કે ભાજપ બંને બેઠકો જીતશે. કેરળની વાયનાડ સીટ પરથી ભાજપ ચૂંટણી નથી લડી રહ્યો પરંતુ તેનો સહયોગી પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...