નવી દિલ્હીઃ Mangal Rashi Parivartan October 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. કેટલીક રાશિઓ માટે આ રાશિ પરિવર્તન શુભ હોય છે અને કેટલીક રાશિના લોકોએ કષ્ટનો સામનો કરવો પડે છે. જ્યોતિષ ગણના અનુસાર મંગળ ગ્રહ 30 ઓક્ટોબરે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિની મુશ્કેલી વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મંગળના મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. આ દરમિયાન તમે વાદવિવાદથી દૂર રહો. મંગળ ગોચરને કારણે તમારા સંબંધમાં તણાવ વધી શકે છે.


વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મંગળ ગોચર કષ્ટકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારે લવ લાઇફમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મુશ્કેલી વધી શકે છે. પારિવારિક વિવાદ વધવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ, આ 5 રાશિના ઊંઘી ગયેલું ભાગ્ય જાગી જશે


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મંગળ ગોચરનો સમય શુભ માનવામાં આવી રહ્યો નથી. આ દરમિયાન તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે મંગળ ગોચર અશુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. રોકાણ માટે આ સમય અનુકૂળ નથી. 


મીન રાશિ
મીન રાશિના જાતકો મંગળ ગોચરના સમયમાં કોઈ નવા કામની શરૂઆત કરવાથી બચો. આ દરમિયાન તમારી સુખ-સુવિધામાં કમી થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કાર્યસ્ળથ પર ફેરફાર સંભવ છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓના આધારે છે. ઝી 24 કલાક તેની પુષ્ટી કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube