Mangal Gochar October 2022: દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે અને તેની અસર તમામ 12 રાશિઓ પર થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ દેવ 16 ઓક્ટોબરના રોજ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યારે 30 ઓક્ટોબર 2022ના રોજ 6.19 મિનિટ પર વક્રી થશે અને નવેમ્બરની 13 તારીખ સુધી આ અવસ્થામાં રહેશે. જેની અસર રાશિઓ પર પડશે અને આ 5 રાશિના જાતકોને મંગળનું ગોચર જબરદસ્ત લાભ કરાવે તેવા યોગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
મેષ રાશિના જાતકોને મંગળ ગોચરનો તગડો લાભ થશે. મંગળ દેવ મેષ રાશિ માટે લગ્ન ભાવ અને અષ્ટમ ભાવના સ્વામી છે. ગોચર દરમિયાન મંગળ મેષ રાશિના ત્રીજા ભાવમાં હાજર રહેશે અને તેનાથી તમારા જીવન પર ખુબ સકારાત્મક પરિણામ જોવા મળશે. મંગળના ગોચરથી મેષ રાશિવાળાને ભાગ્ય સાથ આપશે અને નોકરીયાતોને પ્રમોશન ઉપરાંત આવકમાં પણ વૃદ્ધિના યોગ બની રહ્યા છે. 


વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે મંગળનું ગોચર જબરદસ્ત લાભકારી રહેશે પરંતુ સાથે સાવધાન રહેવાની પણ જરૂર છે. મંગળ દેવ વૃષભ રાશિ માટે દ્વાદશ અને સપ્તમ ભાવના સ્વામી હોય છે અને 16 ઓક્ટોબરના રોજ મંગળ પોતાના બીજા ભાવમાં ગોચર કરશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ છે. આ દરમિયાન તમને રોકાણમાં ફાયદો થશે પરંતુ તમારે બેકાર ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. કારોબાર અને આયાત-નિકાસમાં લાભ મળવાના સંયોગ છે. મંગળની દ્રષ્ટિ વૃષ્ભ રાશિના આઠમા સ્થાને રહેશે એટલે સ્વાસ્થ્ય અંગે સચેત રહેવું. 


સિંહ
સિંહ રાશિવાળા માટે મંગળ યોગકારક હોય છે અને 16 ઓક્ટોબરના રોજ એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવામાં સિંહ રાશિના જાતકો માટે મોટા લાભના યોગ બની રહ્યા છે. મંગળ ગોચરથી સિંહ રાશિવાળા માટે પગાર વધારાના યોગ પણ બની રહ્યા છે. આ સાથે જ પ્રોપર્ટી કે જમીનમાં રોકાણ પણ ફાયદાકારક સાબિત થશે. 


કન્યા
કન્યા રાશિવાળા માટે મંગળ ગોચર લાભકારી રહેશે અને ચતુર્થ ભાવ પર દ્રષ્ટિના કારણે પ્રોપર્ટી કે વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. મંગળ ગોચર દરમિયાન કન્યા રાશિના દશમ ભાવ એટલે કે કર્મ  ભાવમાં વિરાજમાન થશે, જેનાથી આર્થિક ઉન્નતિ સાથે જ વેપાર કે નોકરીમાં નવી તકો મળશે. 


કુંભ
કુંભ રાશિવાળા માટે મંગળ ગ્રહ ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે અને ગોચર બાદ મંગળ પંચમ ભાવમાં બિરાજમાન થશે. જેની અસર સંતાન, શિક્ષણ, બુદ્ધિ, પ્રેમ સંબંધો પર થશે. ગોચરમાં મંગળ તમને સકારાત્મક પરિણામ આપશે અને તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. આ દરમિયાન તમને કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કે શોર્ટકટ તરીકા અપનાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)