નવી દિલ્હીઃ ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ ગ્રહે 16 ઓક્ટોબરે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 30 ઓક્ટોબરની સાંજે 6 કલાક 54 મિનિટ પર વક્રી થઈ ચુક્યા છે. મંગળ હવે ઉલ્ટી ચાલ ચાલશે. મોટાભાગના ગ્રહોની વક્રી ચાલ કષ્ટદાયક માનવામાં આવી છે, પરંતુ વક્રી મંગળ મહાપુરુષ રાજયોગ બની રહ્યાં છે. જાણો વક્રી મંગળ કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશી લાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભઃ મંગળ વક્રી થઈને વૃષભ રાશિના જાતકોને લાભ પહોંચાડશે. આ સમયગાળામાં નોકરી કરતા લોકોના જીવનમાં આવક વધશે. નોકરીમાં પ્રગતિની શક્યતા છે. માન-સન્માન વધશે. 


સિંહઃ સિંહ રાશિના જાતકો માટે મંગળની વક્રી ચાલ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકોને સફળતા મળશે. પરિવારમાં શુભ કાર્યો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ નવેમ્બરમાં આ ગ્રહોના રાશિ પરિવર્તનથી 5 રાશિના જાતકોને થશે લાભ, ચમકી જશે ભાગ્ય


કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે વક્રી મંગળ શુભ સાબિત થશે. વ્યાપારીઓને નફો થશે. નોકરી કરનાર જાતકોની આવકમાં વધારો સંભવ છે. વાહન કે ભવનની ખરીદી થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. 


કુંભઃ મંગળ ગ્રહ કુંભ રાશિના સાહસ તથા પરાક્રમમમાં વૃદ્ધિ કરશે. આ દરમિયાન તમે દરેક કામ સરળતાથી કરી શકશો. કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. ધન લાભનો યાગ બનશે. જે કામમાં હાથ નાખશો, સફળતા મળશે. 


( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ રીતે સત્ય છે. તમે આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube