નવી દિલ્હી : કોંગ્રેસમાં ફરજરિક્તી રદ્દ થયાનાં થોડા જ દિવસોની અંદર પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર કાશ્મીરિઓ પર નિવેદન આપીને ફરીથી ચર્ચામાં છે. એક મીડિયા રિપોર્ટમાં તેમણે કહ્યું કે, ભારતીય સંવિધાનથી આર્ટીકલ 35એને ખતમ ન કરવું જોઇએ. તેના કારણે કાશ્મીરી દહેશતજદા નહી રહે. જે અધિકાર ગત્ત 90 વર્ષથી સંવિધાનમાં છે તેને ત્યાં જ જાળવી રાખવામાં આવવો જોઇએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનાં થોડા સમય બાદ તેમણે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું કે, કાશ્મીર વાર્તામાં વાતચીતની પ્રક્રિયામાં અલગતાવાદી હુર્રિયત નેતાઓનો પણ સમાવેશ કરવો જોઇએ. તેમણે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. હું જો અહીં આવ્યો છું તો તેનો અર્થ છે કે કાશ્મીરના લોકોને પોતાનાં માનું છું. જો કોઇ અલગ થવા માંગતા હોય તો તેની સાથે વાત કરવી જોઇએ. વાતચીતમાં તમામ વર્ગોનો સમાવેશ કરવામાં આવવો જોઇએ.હું જાણું છું કે એવા ઘણા કાશ્મીરીઓ છે જે ભારતમાં રહેવા માંગે છે. 



કોઇ હુર્રિયત નેતાને નથી મળ્યો.
હું ગત્ત વર્ષે મે મહિનામાં અહીં આવ્યો હતો. તે સમયે અમે હુર્રિયતને વાતચીત માટે દાવત આપી હતી. તેમનાં એક નેતા આવ્યા હતા જો કે તમામ આવી શકે તેમ નથી કારણ કે તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને યાસીન મલિકન નહોતા મળી શક્યા. એટલા માટે મે શુક્રવારે તેમને ફોન કરાવ્યો હતો અને પુછ્યું હતું કે શું આ અંગે કાશ્મીર આવી રહ્યો છું અને તમને મળી શકું છું તો તેમણે કહ્યું કે, મને દિલ્હીમાં મળશે. હું આ વખતે કોઇ હુર્રિયત નેતાને નથી મળી રહ્યો. તેમણે આપણે વાતચીતમાં સમાવેશ કરવો જોઇએ.

રાજનાથે પણ આપ્યું વાતચીતનું આમંત્રણ
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ કહી ચુક્યા છે કે અલગતાવાદી વાર્તા કરવા માટે આગળ આવે છે તો હુર્રિયત કોન્ફરન્સ નેતૃત્વની સાથે વાતચીત કરવા માટે તેમની સરકાર તૈયાર છે. રાજનાથસિંહ અહીં એક ટીવી ચેનલને જણાવ્યું કે, હું પહેલા જ કહી ચુક્યો છું કેઅમે કાશ્મીરનાં તમામ હિતધારકો સાથે મંત્રણા માટે તૈયાર છીએ.જો હુર્રિયત આગળ આવે છે તો અમે તેમની સાથે વાત કરવાનો કોઇ જ વાંધો નથી. તેમ પુછવામાં આવતા કે શું સરકાર સાથે શાંતિ વાર્તા માટે અલગતાવાદી નેતૃત્વની તરફથી કોઇ સંકેત મળ્યો છે, સિંહે કહ્યું કે, અત્યાર સુધી કોઇ સંકેત નથી મળ્યા.

શું હુર્રિયત નેતાઓનું સ્ટેન્ડ
હુર્રિયત કોન્ફરન્સ કાશ્મીરનું રાજકીય સંગઠન છે જે કાશ્મીરનાં ભારતથી અલગતાવાદની વકીલાત કરે છે. તેમણે જાહેરાત કરી કે તેઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં થનારા વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. જો કે ગણા મહત્વનાં મુદ્દાઓ પર સભ્યોએ સામાન્ય સંમતી નથી અને સમયાંતરે તેમના મતભેદ સામે આવે છે.