Manipur elections: મણિપુરમાં કોંગ્રેસ-બીજેપીની વચ્ચે કાંટે કી ટક્કર, જાણો નવા ચૂંટણી સર્વેમાં કોને કેટલી સીટો?
મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ 2022ના રોજ પૂરો થઈ રહ્યો છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 28 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જોકે બીજેપીએ તેના હાથમાંથી સરકારની ખુરશી છીનવી લીધી હતી.
નવી દિલ્લી:પૂર્વોત્તરના રાજય મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. એબીપી ન્યૂઝ-સી વોટરના એક સર્વેમાં અહીંયા કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. રાજ્યમાં હાલમાં બીજેપીની સરકાર છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા એકપણ પક્ષને બહુમત હાંસલ મળ્યો ન હતો. ત્યારે એન.બીરેન સિંહના નેતૃત્વમાં બીજેપી રાજ્યના સત્તા પર આવી હતી.
બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર:
એબીપી ન્યૂઝ-સી વોટરના સર્વે પ્રમાણે મણિપુર વિધાનસભાની 23થી 27 બેઠક પર બીજેપી જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ પણ તેની ઘણી નજીક છે. સર્વે પ્રમાણે કોંગ્રેસ 22થી 26 સીટ જીતી શકે છે. જ્યારે નાગા પીપલ્સ ફ્રન્ટને 2થી 6 અને અન્યના ખાતામાં 5થી 9 બેઠક આવી શકે છે. મણિપુરમાં વિધાનસભાની 60 બેઠક છે અને અહીંયા બહુમતનો આંકડો 31 છે. બીજેપીએ એનપીપી, એલજેપી અને નિર્દલીય વિધાયકના સમર્થનથી 2017માં સરકાર બનાવી અને એન બીરેન સિંહ અહીંયાના મુખ્યમંત્રી બન્યા હતા.
આ પણ વાંચોઃ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, CM બસવરાજ બોમ્મઈ, નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ
કડક નિયંત્રણો વચ્ચે મતદાન:
મણિપુરની 60 વિધાનસભા બેઠક પર ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. અહીયા 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે એમ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે 10 માર્ચે પરિણામ આવશે. કોવિડ-19 મહામારીને જોતાં ચૂંટણી પંચે તેના પર કડક પ્રોટોકોલ બનાવ્યા છે. તેના જણાવ્યા પ્રમાણે 15 જાન્યુઆરી સુધી કોઈપણ રેલી, રોડ શો અને પદયાત્રાની પરવાનગી નહીં હોય.
મણિપુરની ગાદી પર કોનું રાજ હશે:
મણિપુરમાં કોંગ્રેસ અને બીજેપી ઉપરાંત અનેક સ્થાનિક પક્ષો પણ મેદાનમાં છે. 60 બેઠકવાળા રાજ્ય મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 19 માર્ચ 2022ના રોજ પૂરો થઈ રહ્યો છે. 2017માં મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 28 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જોકે બીજેપીએ તેના હાથમાંથી સરકારની ખુરશી છીનવી લીધી હતી. નેશનલ પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સને 4-4 અને એલજેપી-ટીએમસીને 1-1 બેઠક મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube