Manipur Violence: ઇમ્ફાલથી દિલ્હી સુધી બબાલ, દેશને શર્મસાર કરનાર મણિપુરનો હેવાન કોણ, સામે આવી તસવીર
મણિપુર પોલીસ અનુસાર 4 મેએ કુકી મહિલાઓ સાથે સામૂહિક બળાત્કારની ઘટનાના દરેક શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે, તમામની જલદી ધરપકડ કરી લેવામાં આવશે.
ઇમ્ફાલઃ મણિપુરમાં કુકી મહિલાઓને નિર્વસ્ત્ર કરી ઘુમાવનાર અને તેની સાથે ગેંગરેપના વીડિયોએ દેશને હચમચાવી દીધો છે. ઇમ્ફાલથી લઈને દિલ્હીની સંસદ સુધી આ મુદ્દાના પડઘા પડ્યા છે. મહિલાઓ પર આ પ્રકારની બર્બરતાને લઈને લોકોમાં આક્રોશ છે. તો પોલીસે લોહી ઉકાળતી આ ઘટનાના મુખ્ય ગુનેગારની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિ વીડિયોમાં લીલુ ટીશર્ટ પહેરી જોવા મળી રહ્યો છે, જેણે એક મહિલાને બંને હાથથી પકડી છે.
સરકારી સૂત્રએ જણાવ્યું- મુખ્ય ગુનેગાર જેણે લીલા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને મહિલાને પકડી રાખી હતી અને તેની ઓળખ બાદ સવારે ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ હુઇરેમ હેરોદાસ મૈતેઈ (32 વર્ષ) છે અને તે પેચી અવાંગ લીકાઈનો રહેવાસી છે. તેની થાઉબલ જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે બુધવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, અજાણ્યા હથિયારબંધ અસામાજિક તત્વો વિરુદ્ધ થાઉબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દોષીતોની જલદી ધરપકડ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઇન્સ્ટા પર 9 વખત બદલી ઓળખ, દિલ્હીનો પ્લાન, સીમા હૈદરની આ 5 વાતોએ વધારી શંકા
બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ગુરુવારે ઔપચારિક સૂચના આપતાં ટ્વિટર ઈન્ડિયાને મણિપુરમાં નગ્ન થઈને ફરતી બે મહિલાઓ સાથે સંબંધિત વીડિયો હટાવવા માટે કહ્યું છે. NCW એ ટ્વીટ કર્યું, "પબ્લિક પોલિસીના વડા, ટ્વિટર ઈન્ડિયાને ઔપચારિક સૂચના, તે વીડિયોને દૂર કરવા માટે જે બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરવાના ઘૃણાસ્પદ કૃત્યને દર્શાવે છે." આ વીડિયો પીડિતોની ઓળખ છતી કરે છે અને તે સજાપાત્ર ગુનો છે.
મણિપુરમાં ત્રણ મેથી ઇમ્ફાલ ઘાટીમાં રહેનાર બહુસંખ્યલ મેઇતી સમુદાર અને પર્વતીય વિસ્તારમાં રહેતા જનજાતીય કુકી સમુદાય વચ્ચે જાતીય ઘર્ષણ થઈ રહ્યું છે. હિંસામાં અત્યાર સુધી 160થી વધુ લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube