મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરાવનાર ચારની ધરપકડ, સીએમ એન બિરેન સિંહે કહ્યું- દોષિતોને બક્ષવામાં નહીં આવે, રાજ્યપાલે પણ આપ્યા નિર્દેશ
Manipur Violence: મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેઇતી સમુદાયની માંગના વિરોધમાં ત્રણ મેએ કાઢવામાં આવેલી રેલી બાદથી હિંસા થઈ રહી છે. આ વચ્ચે મહિલાઓની સાથે ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો હતો.
ઇમ્ફાલઃ Manipur Women Assault Video: મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરવાના કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગુરુવારે (20 જુલાઈ) કહ્યું કે આ માનવતા વિરુદ્ધ ગુનો છે. અમે વીડિયો જોયા બાદ તરત જ ઓપરેશન શરૂ કર્યું. સવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, હવે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મણિપુર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું કે આ મામલામાં ત્રણ અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસ અન્ય દોષીતોની ધરપકડ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તે માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તો મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યારે વીડિયો અમારા ધ્યાને આવ્યો, અમે આરોપીઓની ઓળખ કરી કાર્યવાહી કરી. અમે એક પણ મિનિટ ગુમાવી નથી, કોઈ દોષીને છોડવામાં આવશે નહીં.
મણિપુરના રાજ્યપાલે લીધી જાણકારી
આ મામલે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ કહ્યું કે આ ઘટના નિંદનીય છે. મેં ડીજીપીને બોલાવ્યા હતા અને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા સૂચના આપી હતી. મેં તેને પૂછ્યું કે જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જો પોલીસકર્મીઓ દોષિત જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઇન્સ્ટા પર 9 વખત બદલી ઓળખ, દિલ્હીનો પ્લાન, સીમા હૈદરની આ 5 વાતોએ વધારી શંકા
વાતચીતમાં સમાધાન સંભવ
રાજ્યપાલે કહ્યું કે એક મંચ પર બધા લોકો બેસે અને પોતાની માંગો રાખે. વાતચીતથી સમાધાન કાઢી શકાય છે. હિંસાથી કોઈને લાભ થતો નથી. વાતચીતથી સમાધાન સંભવ છે. રાજ્યપાલે ડીજીપીને જરૂર પડવા પર પીડિતોને વિશેષ સુરક્ષા આપવાનું પણ કહ્યું છે.
મણિપુરમાં વિરોધ પ્રદર્શન
આ ઘટનાના વિરોધમાં ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ ગુરુવારે મણિપુરમાં રેલી પણ કાઢી હતી. આ ઘટના 4 મેની છે. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બદમાશોનું ટોળું બે મહિલાઓની નગ્ન પરેડ કરી રહ્યું છે. આરોપ છે કે મહિલાઓ સાથે ગેંગ રેપ પણ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube