Manipur Violence: મણિપુર હિંસા પર સરકાર કડક, તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ
Manipur Violence: આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે ગુરૂવારે રાજ્ય સરકારે ગંભીર સ્થિતિમાં ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે. હિંસાને કારણે અત્યાર સુધી 9 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
ઈમ્ફાલઃ મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્ય સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર આપી દીધો છે. મણિપુરમાં આદિવાસીઓ અને બહુસંખ્યક મેઇતી સમુદાય વચ્ચે હિંસા ભડકી છે. આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે ગુરૂવારે રાજ્ય સરકારે ગંભીર સ્થિતિ જોતા ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. હિંસાને કારણે 9 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
નગા અને કુકી આદિવાસીઓ દ્વારા 'આદિવાસી એકતા માર્ચ' આયોજીત કર્યા બાદ બુધવારે હિંસા ભડકી ગઈ અને રાત્રે માહોલ વધુ ગરમ થઈ ગયો હતો. રાજ્યપાલ તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમજાવવા અને ચેતવણી છતાં સ્થિતિ કાબૂમાં ન આવવા પર 'શૂટ એટ સાઇટ'ની કાર્યવાહી કરી શકાય છે. રાજ્ય સરકારના સચિવ (ગૃહ) દ્વારા સહી કરવામાં આવેલ નોટિફિકેશન દંડ પ્રક્રિયા સંહિતા 1973ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ TRAFFIC POLICE : પોલીસ પાસે જ નહી તમારી પાસે પણ છે પાવર! પોલીસ રોકે તો ડરશો નહીં
રાજ્યની વસ્તીમાં 53 ટકા ધરાવતા બિન-આદિવાસી મેઇતી સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી) ના દરજ્જાની માંગ વિરુદ્ધ ચુરાચાંદપુર જિલ્લાના તોરબંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટૂડન્ટ યુનિયન મણિપુર (એટીએસયૂએમ) દ્વારા બોલાવવામાં આવેલી આદિવાસી એકતા માર્ચ દરમિયાન બુધવારે હિંસા ભડકી હતી.
માર્ચનું આયોજન મણિપુર હાઈકોર્ટ દ્વારા પાછલા મહિને રાજ્ય સરકારને મેઇતી સમુદાર દ્વારા એસટી દરજ્જાની માંગ પર ચાર સપ્તાહની અંદર કેન્દ્રને એક ભલામણ મોકલવા માટે કહેવામાં આવ્યા બાદ કરવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર ચુરાચાંદપુર જિલ્લાના તોરબંગ ક્ષેત્રમાં માર્ચ દરમિયાન હથિયાર લઈ લોકોના એક ટોળાએ કથિત રીતે મેઇતી સમુદાયના લોકો પર હુમલો કર્યો, જેના જવાબી કાર્યવાહીમાં પણ હુમલા થયા, જેના કારણે રાજ્યભરમાં હિંસા ભડકી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube