નવી દિલ્હીઃ Delhi Liquor Scam: દિલ્હીના આબકારી નીતિ મામલામાં મનીષ સિસોદિયાના રિમાન્ડ પર શુક્રવારે સુનાવણી થઈ. કોર્ટે તેના પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન ઈડીએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઈડીના વકીલે કહ્યું કે દિલ્હી આબકારી નીતિમાં હોલસેલરને ફાયદો પહોંચાડી ગેરકાયદેસર કમાણીની વ્યવસ્થા બનાવવામાં આવી. તો સિસોદિયાના વકીલે તેનો વિરોધ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED)એ મનીષ સિસોદિયાની તિહાડ જેલમાં લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. આ પહેલાં સિસોદિયાની સીબીઆઈએ ધરપકડ કરી હતી. આ મામલામાં જામીન અરજી પર કોર્ટ હવે 21 મા્ર્ચે સુનાવણી કરશે. 


જથ્થાબંધ વેપારીને લાભ - ED
EDએ કોર્ટને જણાવ્યું કે જથ્થાબંધ બિઝનેસ કેટલાક ખાનગી લોકોને આપવામાં આવ્યો હતો. જથ્થાબંધ વેપારીને 12 ટકા પ્રોફિટ માર્જિન આપવામાં આવ્યું હતું, જે નિષ્ણાત સમિતિના અભિપ્રાયથી અલગ હતું. તેના પર જજે પૂછ્યું કે પ્રોફિટ માર્જિન શું હોવું જોઈએ. EDના વકીલે કહ્યું કે તે 6 ટકા હોવો જોઈએ. અમારી પાસે એવી સામગ્રી છે કે આ ધરપકડ કરાયેલા આરોપી (સિસોદિયા)ના કહેવા પર કરવામાં આવ્યું હતું. એટલા માટે સિસોદિયાના રિમાન્ડ જરૂરી છે.


આ પણ વાંચોઃ બસ 4 મિનિટ અને કામ પૂર્ણ! શું છે ભારતમાં મૃત્યુનું સૌથી બીજુ મોટું કારણ?


સિસોદિયાએ તપાસમાં સહયોગ ન કર્યો- ઈડી
ઈડીના વકીલે જણાવ્યું કે દારૂના વેચાણનું લાયસન્સ આપવા માટેની વ્યવસ્થાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યો. કોર્ટેલ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોને લાભ પહોંચાડવામાં આવ્યો. આરોપી સાથે જોડાયેલા સીએએ પણ કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. ઈડીએ કહ્યું- સિસોદિયાએ તપાસમાં સહયોગ કર્યો નથી. 


ન્યાયાધીશે પૂછ્યું કે તમે કેવી રીતે કહી શકો કે GOM દ્વારા 12 ટકા પ્રોફિટ માર્જિનની ભલામણ કરવામાં આવી હતી. તેના પર ઇડીએ જવાબમાં કહ્યું કે આબકારી કમિશનર અને કેટલાક અન્ય લોકોએ આ વાત કહી છે. સચિવના નિવેદનથી પણ આ વાતની પુષ્ટિ થઈ છે.


આ પણ વાંચોઃ PICS:તેજસ્વી યાદવ અને તેમની બહેનોના ઘરે ED ના દરોડા, તસવીરો સામે આવતા હડકંપ


આપ નેતાઓને મળ્યા પૈસા
ઈડીના વકીલે કહ્યું કે, 100 કરોડનું કિકબેક આપવામાં આવ્યું. આપ નેતાઓને પૈસા પહોંચાડવામાં આવ્યા. વિજય નાયરનું ઈન્ડો સ્પિરિટ તેમાં સામેલ હતું. એક્સાઇઝ પોલિસીનું ઉલ્લંઘન કરી આ લોકોને વધુ લાયસન્સ આપવામાં આવ્યા હતા. અરૂણ પિલ્લઈ, શ્રીનિવાસન કંપનીમાં સામેલ હતા. મહેન્દ્રૂએ નાયરને કિકબેક ચુકવવા માટે કહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube