Delhi Liquor Policy Row: 8 ડિસેમ્બરે ગુજરાતનું પરિણામ આવશે, આ લોકો ત્યાં સુધી મનિષ સિસોદિયાને જેલમાં રાખશે-કેજરીવાલ
દિલ્હીની નવી એક્સાઈસ પોલીસી કૌભાંડ મુદ્દે સીબીઆઈ આજે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની પૂછપરછ કરી રહી છે. સીએમ કેજરીવાલે આ સમગ્ર મામલે ટ્વીટ્સ કરીને સિસોદિયાનું સમર્થન કર્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
નવી દિલ્હી: દિલ્હીની નવી એક્સાઈસ પોલીસી કૌભાંડ મુદ્દે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની આજે સીબીઆઈ પૂછપરછ થઈ રહી છે. સીબીઆઈએ તેમને પૂછપરછ માટે પોતાના કાર્યાલય બોલાવ્યા છે. સવારે 11.30 વાગે તેમની પૂછપરછ શરૂ થઈ. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મનિષ સિસોદિયાની પૂછપરછ માટે સીબીઆઈએ લાઈન ઓફ ઈન્વેસ્ટિગેશન તૈયાર કરી છે. જ્યાં તેમને અનેક સવાલો પૂછાઈ રહ્યા છે. કેટલાક સવાલ અહીં રજૂ કરાયા છે. સિસોદિયાએ સીબીઆઈ ઓફિસ જતા પહેલા ટ્વીટ કરીને લખ્યું કે મારા વિરુદ્ધ સંપૂર્ણ રીતે ખોટો કેસ બનાવીને તેમની તૈયારી મારી ધરપકડ કરવાની છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ મનિષ સિસોદિયાનું સમર્થન કરતી કેટલીક ટ્વીટ કરી અને આ સાથે એમ પણ કહ્યું કે મનિષના ઘરે રેડમાંથી કશું મળ્યું નથી. બેંક લોકરમાંથી કશું મળ્યું નથી. તેમના પર કેસ બિલકુલ ખોટો છે. તેમણે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનું હતું. તેમને રોકવા માટે તેમની ધરપકડ કરી રહ્યા છે. પણ ચૂંટણી પ્રચાર અટકશે નહીં
આ સવાલોના આપવાના રહેશે જવાબ
1. જૂની આબકારી નીતિની જગ્યાએ નવી આબકારી નીતિ લાવવાનો નિર્ણય કોનો હતો?
2. સૌથી પહેલી બેઠકમાં કોણ કોણ હાજર હતા?
3. પહેલી બેઠકમાં કોણે કોણે પોતાનો મત રજૂ કર્યો હતો, શું તે બેઠકની મિનિટ્સ તૈયાર કરાઈ હતી?
4. નવી આબકારી નીતિ લાવવાથી સરકારને કયા પ્રકારનો ફાયદો થવાનો હતો, તે વિશે જણાવો. જો ફાયદો થવાનો હતો તો કેટલો અને કેવી રીતે?
5. દારૂના કોન્ટ્રાક્ટ આપવા માટે જે ટેન્ડર પ્રક્રિયા કાઢવામાં આવી હતી, તેનો અંતિમ નિર્ણય કોનો હતો?
6. ટેન્ડર ભરનારા લોકોની ટર્મ અને કંડીશન શું હતી અને તે કોણે ફાઈલ કરી હતી?
7. કેટલા લોકોએ ટેન્ડર ભર્યા હતા, તેમની સિક્યુરિટી મની શું હતું, એવી કેટલી કંપનીઓ હતી જેમને ટેન્ડર મળી શકતા હતા, અને જો તેમને ટેન્ડર નથી મળ્યા તો કેમ નથી મળ્યા?
8. દારૂ વેચનારાઓનું કમિશન વધારવા પાછળનું કારણ શું હતું? તેનો અંતિમ નિર્ણય કોણે લીધો?
9. નવા નિયમો વિરુદ્ધ દારૂ બનાવનારી કંપનીને રિટેલમાં દારૂ વેચવાની મંજૂરી કોણે આપી હતી? કયા-કયા અધિકારીએ તે ફાઈલ પર આપત્તિ જતાવી હતી?
10. તત્કાલિન એક્સાઈઝ કમિશનર આરવ ગોપીકૃષ્ણનો આ નીતિને બનાવવામાં શું રોલ હતો? શું તેમણે ક્યારેય કોઈ આપત્તિ જતાવી હતી?
11. જ્યારે દારૂ વેચવાની જૂની નીતિ હેઠળ સરકારને ફાયદો થઈ રહ્યો હતો તો એવું તે શું કારણ હતું કે કેટલીક કંપનીઓને કોવિડનો લાભ અપાયો?
12. શું તમને ખબર હતી કે જે લોકોને દારૂ વેચવાની મંજૂરી તમે આપી રહ્યા છો તેઓ બધા એક બીજાને કોઈને કોઈ રીતે જાણતા હતા?
13. વિજય નાયરનો દારૂ પોલીસી બનાવવામાં શું રોલ હતો? જો કોઈ રોલ નહતો તો તેઓ આ તમામ કંપનીઓવાળા સાથે કોઈને કોઈ પ્રકારે સંપર્કમાં કેમ હતા? શું તમને એ વાતની જાણકારી હતી?14. શું ડેપ્યુટી કમિશનર આનંદ તિવારી અને આસિસ્ટન્ટ કમિશનર પંકજ ભટનાગરે આ દારૂ નીતિને લઈને કોઈ આપત્તિ જતાવી હતી કે નહીં?
15. શું તમને ખબર હતી કે આ દારૂ નીતિ બનાવતી વખતે અર્જૂન પાંડે, વિજય નાયર, દિનેશ અરોડા, સતત લાઈસન્સ ધારકોના સંપર્કમાં હતા. અમે એ જાણવા માંગીએ છીએ કે સરકારી નીતિને બનાવવામાં આ પ્રાઈવેટ લોકોને શું રસ હતો?
(A) અર્જૂનપાંડે, દિનેશ અરોડા, અને વિજય નાયરે લાઈસન્સ ધારકો સાથે કેટલી બેઠક કરી હતી અને તે બેઠક ક્યાં ક્યાં થઈ અને તમને એ વાતની જાણકારી છે?
(B) તે બેઠકો કરવા માટે આ લોકોને કોણે અધિકૃત કર્યા હતા?
(C) પોલીસી બનાવવા અંગે થનારી સરકારી બેઠકમાં કોણ કોણ પ્રાઈવેટ વ્યક્તિ સામેલ હતા?
(D) જો હતા તો શું થતું હતું, તેમને સામેલ કરવાનું શું કારણ હતું?
(16) દારૂના ઠેકાના લાઈસન્સ ધારકોએ આખરે કેમ કરોડો રૂપિયા તમારા નીકટના કે તેમના જાણકારોના બેંક એકાઉન્ટમાં આપી દીધા?
(17) શું તમને ખબર છે કેટલી રકમ આ લોકોને કેશમાં આપવામાં આવી?
(18) ક્રેડિટ નોટ આપવાનું શું કારણ હતું આ કોનો નિર્ણય હતો?
(19) શું તમને ખબર છે કે આબકારી વિભાગના અધિકારીઓએ આ પોલીસી લાગૂ કરવા દરમિયાન શું શું ફાયદો ઉઠાવ્યો છે?
(20) શું તમને ખબર છે કે પોલીસી લાગૂ કરવા દરમિયાન કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ? અમારી જાણકારીમાં છે કે તેનો ફાયદો તમને પણ પહોંચ્યો છે. અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે શું ક્યારેય તમે કોઈ લાઈસન્સધારક પાસેથી કોઈ પણ પ્રકારનો ફાયદો ઉઠાવ્યો છે?
(21) તમારા સરકારી કામમાં પ્રાઈવેટ લોકો કયા કયા પ્રકારનું કામ કરે છે અને કેમ કરે છે?
(22) જો તમને એવું લાગે કે આ એક્સાઈસ પોલીસી સૌથી સારી હતી તો પાછી કેમ ખેંચી?
(23) શું તમને ખબર નહતી કે પોલીસી પાછી લેવાથી દારૂના લાઈસન્સ ધારકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે?
(24) આખરે તમારા દ્વારા પોલીસી પાછી ખેંચાયા બાદ શું કોઈ દારૂના લાઈસન્સ ધારકે પોતાના નુકસાનનો કોઈ વિરોધ કર્યો હતો?
વધુ વિગતો માટે જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube