મનીષ સિસોદિયાએ લગાવી કોરોના વેક્સીન, દિલ્હીમાં Lockdown પર આપ્યું મોટું નિવેદન
આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે.
નવી દિલ્હી: આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે.
કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી
આ સાથે જ રાજધાનીમાં લોકડાઉનની વાત પર મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી. તેમણે કહ્યું કે કોરોના વિરૂદ્ધ લડાઇમાં વેક્સીન અને સાવધાનીની જરૂર છે.
Coronavirus: કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો, 89 હજાર નવા કેસ, 714 લોકોએ ગુમાવ્યા જીવ
હેવાનિયત: પહેલાં મહિલા સાથે માણ્યું સેક્સ, પછી તેના ટુકડા કરીને કચરાપેટીમાં ફેંક્યા
કોરોનાથી સ્થિતિ ચિંતાજનક
તમને જણાવી દઇએ કે દિલ્હીમાં એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું હતું કે વધતા જતાં કોરોના કેસથી સ્થિતિ ચિંતાજનક છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે લોકોની બેદરકારીથી કોરોનાના કેસ વધ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં કંટેનમેંટ ઝોન બનાવવામાં આવશે. વેક્સીનેશનને વધુ વધારવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube