નવી દિલ્હીઃ ઉપ રાજ્યપાલની ઓફિસ રાજનિવાસમાં ધરણા પર બેઠેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે ઈદના અવસરે એલજી અનિલ બૈજલને ઈદની શુભેચ્છા આપી. પોતાના ટ્વીટમાં સિસોદિયાએ લખ્યું - ઈદ  મુબારક સર! તમારા રાજભવનમાં પાંચ દિવસથી બેઠા છીએ. ઈદ મળવાના બહાને બોલાવી લો. 4 દિવસથી ઉપવાસ પર છું. કહે છે કે હોળી, દિવાળી અને ઈદ પર તો દુશ્મનને પણ ગળે લગાવી લેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ઈદના અવસરે ટ્વીટ કરીને લોકોને શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વીટ પર લખ્યું- ઈદ-ઉલ-ફિતરના પાવન અવસર પર તમામ દિલ્હીવાસીઓને હાર્દિક શુભકામના. ખુશીનો આ તહેવાર આપસી ભાઈચારાની ભાવનાને વધારવાની સાથે-સાથે સાંપ્રદાયિક સદ્ભાવ, એકતા અને શાંતિના બંધનને મજબૂત કરે છે. ઈદ તમામના જીવનમાં પ્રગતિ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવે. 



દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને વિકાસ, શ્રમ તથા રોજગાર મંત્રી ગોપાલ રાય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે ઉપ રાજ્યપાલની ઓપિસમાં ધરણા પર બેઠા છે. સત્યેન્દ્ર જૈને મંગળવારથી અને મનીષ સિસોદિયાએ બુધવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે.