Manmohan Singh Birthday: 90 વર્ષના થયા પૂર્વ PM મનમોહન સિંહ, આ એક તસવીર જોઈ લોકોની આંખો થઈ હતી ભીની
Former PM Manmohan Singh birthday: દેશના પૂર્વ પીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. તેઓ 90 વર્ષના થયા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના એક ગામ `ગાહ` માં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2004થી 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા.
Former PM Manmohan Singh birthday: દેશના પૂર્વ પીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. તેઓ 90 વર્ષના થયા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના એક ગામ 'ગાહ' માં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2004થી 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા. અગાઉ 1971માં તેઓને તે સમયે વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ વર્ષ 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા. મનમોહન સિંહે 1991થી 1996 વચ્ચે પાંચ વર્ષ માટે ભારતના નાણામંત્રી તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન આર્થિક સુધારાઓ મામલે તેમની ભૂમિકાને બિરદાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુધીની સફર
મનમોહન સિંહની રાજનીતિક કરિયર જોઈએ તો ડો. સિંહ 1991થી ભારતીય સંસદના ઉચ્ચ સદન (રાજ્યસભા)ના સભ્ય રહ્યા. ત્યાં તેઓ 1998 અને 2004ની વચ્ચે વિપક્ષના નેતા પદે રહ્યા. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી બાદ 22 મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને 22 મે 2009ના રોજ બીજા કાર્યકાળ માટે પદના શપથ લીધા હતા. તેઓ સતત દસ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા. મનમોહન સિંહના પત્નીનું નામ ગુરુશરણ કૌર છે.
આ પુરસ્કારોથી સન્માનિત
મનમોહન સિંહને ભારતના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (1987), જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી એવોર્ડ ઓફ ધ ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ (1995), વર્ષના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી તરીકે એશિયા મની એવોર્ડ (1993 અને 1994), વર્ષના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી માટે યુરો મની એવોર્ડ (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ પુરસ્કાર શ્ર1956), અને કેમ્બ્રિજમાં સેન્ટ જોન્સ કોલેજમાં વિશિષ્ટ કાર્ય-નિષ્પાદન હેતુ રાઈટ્સ પ્રાઈઝ (1955) સામેલ છે. ડો. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીઝ સહિત અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ ઉપાધિઓ આપવામાં આવેલી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube