નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકની અધ્યક્ષતા કરતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, નવી કોંગ્રેસ કાર્યકારી સમિતિએ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે સેતુ ગણાવતા પાર્ટી કાર્યકર્તાઓએ ભારતના શોષિતો માટે ઉઠીને લડવું પડશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો, સતત આત્મપ્રશંસા અને જુમલાની સંસ્કૃતિને નકારી. તેમણે કહ્યું કે 2022 સુધી કિસાનોની આવક બમણી કરવાના સરકારના દાવા માટે 14 ટકા કૃષિ વિકાસદરની જરૂરીયાત પડશે, જે ક્યાંય દેખાતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકતંત્રને સંકટમાં નાખી રહ્યું છે ખતરનાક શાસનઃ સોનિયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે, દેશની જનતાને આ ખતરનાક શાસનથી બચાવવાની છે જે ભારતને લોકતંત્રને સંકટમાં નાખી રહી છે. તેઓ નવરચિત કોંગ્રેસ કાર્ય સમિતિને સંબોધિત કરી રહ્યાં હતા. 


સોનિયા ગાંધીએ ભારતના વંચિતો અને ગરીબો પર નિરાશા અને ડરનું શાસનને લઈને લોકોને સાવધાન કર્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવેદનબાજી તેમની તે હતાશાને દર્શાવે છે કે મોદી સરકારને જવાની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. યૂપીએ અધ્યક્ષે કહ્યું, અમે ગઠબંધન કરવા અને તેને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ પ્રયાસમાં અમે તમામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે છીએ. 


તેમણે કહ્યું, આપણે ખતરનાક શાસનથી લોકોને બચાવવા જોશે જે ભારતના લોકતંત્રને સંકટમાં મુકી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે નવરચિત કોંગ્રેસ કાર્ય સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી.