પાકિસ્તાને કરતારપુર કોરીડોરના ઉદ્ઘાટન માટે મનમોહન સિંહને આપ્યું નિમંત્રણ, મળ્યો આ જવાબ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાનનું નિમંત્રણ સ્વિકારશે નહીં. કરતારપુર કોરિડોર શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરના રોજ ખુલશે. પાકિસ્તાને ડો. સિંહને નિમંત્રણ મોકલ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી એસ.એમ. કુરેશીએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, ડો. સિંહ પાકિસ્તાનનું નિમંત્રણ સ્વિકારશે નહીં.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું કે, "અમે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં નિમંત્રણ આપવા માગીએ છીએ. તેઓ શિખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમને ઔપચારિક નિમંત્રણ મોકલીશું."
શિવસેનાએ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આપી ટિકિટ, નાલાસોપારાથી બનાવ્યા ઉમેદવાર
પાકિસ્તાને કુટનૈતિક ચાલ ચાલતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ મોકલ્યું નથી, પરંતુ પીર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને નિમંત્રિત કર્યા છે. જોકે, પાકિસ્તાનની આ કુટનૈતિક ચાલ સફળ થશે નહીં.
જુઓ LIVE TV....