નવી દિલ્હીઃ મનકી બાતમાં પીએમ મોદીએ કોરોનાના ખતરા અંગે વાત કરીને લોકોને સાવધાન રહેવા માટે કહ્યું. પીએમ મોદીએ મનકી બાતમાં જણાવ્યુંકે, દુનિયામાં ફરી એકવાર કોરોનાથી હડકંપ મચ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ નાજુક બની છે. ત્યારે ભારતે પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, લોકો અત્યારે વેકેશનના મૂડમાં છે બહાર ફરી રહ્યાં છે. જોકે, હરવા-ફરવાનો વાંધો નથી પણ વર્તમાન સ્થિતિને જોતા લોકોએ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ અને ફરજિયાત હાથ ધોતો રહેવું જોઈએ સેનેટાઈઝ કરતા રહેવું જોઈએ. પોલીયો, સ્મોલ પોક્સ અને ગીની વાયરસને ભારતથી અમે સમાપ્ત કરી નાંખ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ સરકારની આગામી વિઝન અંગે વાત કરવા જણાવ્યુંકે, વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે હજારો લોકો ટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત પીએમ મોદીએ યોગ-આયુર્વેદના સમન્વયથી ગંભીર રોગોની સરળ રીતે ચિકિત્સા પર ભાર મૂક્યો. યોગ અને આર્યુર્વેદ રિલેટેડ જાણકારીને સોશિયલ મીડિયા પર શેર કરવા પીએમએ આગ્રહ કર્યો. પીએમ મોદીએ મનકી બાતમાં જણાવ્યું કે, બ્રેસ્ટ કેન્સરમાં યોગલાભદાયક નિવડશે. નિયમિત યોગ કરવાથી કેન્સરનો ખતરો ઘટી જાય છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, કાલા અજાર એટલેકે, બાલુ મથ્થીના કરડવાથી આ બીમારી થાય છે. શરીર કમજોર પડે છે. વજન ઘટે છે. બાળકોથી લઈને મોટા સુધી આ બીમારી બધાને થઈ શકે છે. આ બીમારી હવે સમાપ્ત થઈ રહી છે. હવે આ બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓમાં સમેટાઈને રહી ગઈ છે. પહેલાં દેશના 4 થી 5 રાજ્યોમાં આ બીમારી હતી. સેન્ટ ફ્લાય બાલુ માંખી પર નિયંત્રણ અને રોગનો પુરો ઈલાજ કરાવવો. તાવ આવે તો બેદરકારી ન રાખવી. બાલુ માંખીને ખતમ કરવાની દવાઓનો છંટકાવ કરવો. 


પીએમ મોદીએ જણાવ્યુંકે, યુનાઈટેડ નેશન્સે ભારતના નમામિ ગંગે ને સ્થાન મળ્યું છે. નમામિ ગંગે અભિયાનથી ગંગા નંદીને નિર્મળ કરવામાં આવી રહી છે. ઘાટોની સફાઈ, ગંગા આરતી, નુક્કડ નાટક, પેઈન્ટિંગ અને કવિતાઓથી જાગૃકતા આવી રહી છે. ગંગા ડોલ્ફિન, હિલસા મછલી અને કાચબાઓની પ્રજાતિ વધી છે. આજીવિકાના વિકલ્પો વધ્યાં છે. નમામિ ગંગે અભિયાનની દુનિયા કરી રહ્યું છે સરાહના.


 



ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી મોગીએ આજે 96મી વાર અને વર્ષ 2022માં અંતિમ વાર રેડિયો પર મનકી બાત કરી. જેમાં તેમણે સૌથી પહેલાં વર્ષ 2022માં દેશવાસીઓએ ઘર ઘર તિરંગા અભિયાન, રસીકરણ અભિયાનને વેગ, સ્વચ્છ ભારત અભિયાન તેમજ નમામિ ગંગે અભિયાનને વેગ સફળ બનાવવા બદલ દેશવાસીઓને અભિનંદન આપ્યાં. આ ઉપરાંત પીએમ મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ તેમને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર અટલજીને યાદ કર્યાં. આ સાથે જ પીએમ મોદીએ વર્ષ 2023માં મનકી બાતના 100 એપિસોડ પુરા થવા જઈ રહ્યાં છે તેની પણ વાત કરી. અને મનકી બાતના 100મા એપિસોડમાં કયા-કયા મુદ્દાઓ પર વાત કરવી જોઈએ એ મુદ્દે પીએમ મોદીએ દેશવાસીઓ પાસેથી મંતવ્યો માંગ્યાં. તેમજ આવતીકાલે બાલ વીર દિવસની ઉજવણી કરાશે તે અંગે પણ જાણકારી આપી. 2023 નું વર્ષ દેશ માટે ખાસ રહે તેવી શુભેચ્છાઓ પણ પીએમ મોદીએ આપી.