Mann Ki Baat 101th Episode: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 101માં એપિસોડને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મન કી  બાતનો આ એપિસોડ 2nd સેન્ચ્યુરીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાએ તેની સ્પેશિયલ સેન્ચ્યુરીને સેલિબ્રેટ કરી છે. તમારા બધાની ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે. 100મા એપિસોડના બ્રોડકાસ્ટ સમયે એક પ્રકાશથી સમગ્ર દેશ એક સૂત્રમાં બાંધવામાં આવ્યો હતો. આપણા સફાઈકર્મી ભાઈ બહેન હોય કે પછી અલગ અલગ સેક્ટર્સના દિગ્ગજ મન કી બાતે બધાને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાએ જે આત્મીયતા અને સ્નેહ મન કી બાત માટે દેખાડ્યા છે તે અભૂતપૂર્વ છે. ભાવુક  કરનારા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ભારત, શ્રેષ્ઠ ભારત પર વાત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે મન કી બાતનું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ અલગ દેશોમાં, અલગ અલગ ટાઈમ ઝોનમાં,  ક્યાંક સાંજ પડી રહી છે તો ક્યાંક મોડી રાત હતી, આમ છતાં મોટી સંખ્યામાં લોકોએ 100માં એપિસોડને સાંભળવા માટે સમય કાઢ્યો. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને તાકાત આપનારો આવો જ એક વધુ અનોખો પ્રયત્ન દેશમાં થયો છે. આ પ્રયત્ન છે યુવા સંગમનો. 


યુવા સંગમ એક ઉત્તમ પહેલ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં જોવા માટે ઘણું બધુ છે. જેને જોતા Education Ministry એ યુવા સંગમ નામથી એક ઉત્કૃષ્ટ પહેલ કરી છે. આ પહેલનો હેતુ People to People Connect વધારવાની સાથે જ દેશના યુવાઓને પરસ્પર હળવા મળવાની તક આપવાનો છે. વિભિન્ન રાજ્યોના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને તેની સાથે જોડવામાં આવ્યા છે. યુવાસંગમમાં યુવા બીજા રાજ્યના શહેરો અને ગામડાઓમાં જાય છે. તેમને અલગ અલગ પ્રકારના લોકો સાથે મળવાની તક મળે છે. યુવાસંગમના  First Round માં લગભગ 1200 યુવાઓ, દેશના 22 રાજ્યોની મુલાકાત લઈ ચૂક્યા છે. 


PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ધાટન, સમારોહમાં જોવા મળી તમામ ધર્મોની ઝલક


સેંગોલ લઈને કઈંક અલગ જ અંદાજમાં પીએમ મોદીએ કર્યો સંસદમાં પ્રવેશ, જુઓ ઉદ્ધાટનના Photo


લાલુ પ્રસાદની RJD એ નવી સંસદને ગણાવ્યું તાબૂત! એક ટ્વીટ પર ભારે હંગામો


હીરોશીમાનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં એટલું બધુ જાણવા અને જોવા માટે છે કે તમારી ઉત્સુકતા દર વખતે વધતી જશે. મને આશા છે કે આ રોમાંચક અનુભવોને જાણીને તમે પણ દશના અલગ અલગ ભાગોમાં મુસાફરી કરવા માટે જરૂર પ્રેરિત થશો. થોડા દિવસ પહેલા હુ જાપાનમાં હિરોશીમામાં હતો. ત્યાં મને Hiroshima Peace Memorial museum ની મુલાકાતની તક મળી. આ એક ભાવુક કરનારો અનુભવ હતો. જ્યારે આપણે ઈતિહાસની યાદોને સાચવીને રાખીએ છીએ ત્યારે તે આવનારી પેઢીઓને ખુબ મદદ કરે છે. અનેકવાર મ્યુઝિયમમાં આપને નવા સબક મળે છે તો અનેકવાર આપણને ઘણું બધું શીખવા માટે મળે છે. 


તેમણે  કહ્યું કે થોડા દિવસ પહેલા ભારતમાં International Museum Expo નું પણ આયોજન થયું હતું. જેમાં દુનિયાના 1200થી વધુ મ્યુઝિયમની વિશેષતાઓ દેખાડવામાં આવી. આપણા ત્યાં ભારતમાં અલગ અલગ પ્રકારના એવા અનેક મ્યુઝિયમ છે જે આપણા ભૂતકાળ સાથે જોડાયેલા પહેલુંઓને પ્રદર્શિત કરે છે. વિતેલા વર્ષોમાં પણ આપણે ભારતમાં નવા નવા પ્રકારના મ્યુઝિયમ અને મેમોરિયલ બનતા જોયા છે. સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસી ભાઈ બહેનોના યોગદાનને સમર્પિત 10 નવા મ્યુઝિયમ બનવા જઈ રહ્યા છે. કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં બિપ્લોબી ભારત ગેલેરી હોય કે પછી જલિયાવાલા બાગ મેમોરિયલનો પુર્નઉદ્ધાર, દેશના તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓને સમર્પિત પીએમ મ્યુઝિયમ પણ આજે દિલ્હીની શોભા વધારી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube