સારવાર બાદ USથી પરત ફર્યા પર્રિકર, કોંગ્રેસે સ્પષ્ટતા કરવાની કરી માંગ
અગ્નાશય સંબંધિત બીમારીની સારવાર માટે અમેરિકા ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ગુરુવારે પણજી પરત ફર્યા હતા. પર્રિકરની ગેરહાજરીમાં વિપક્ષી કોંગ્રેસે રાજ્યપાલથી ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની માંગ કરી હતી.
નવી દિલ્હી : અગ્નાશય સંબંધિત બીમારીની સારવાર માટે અમેરિકા ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ગુરુવારે પણજી પરત ફર્યા હતા. પર્રિકરની ગેરહાજરીમાં વિપક્ષી કોંગ્રેસે રાજ્યપાલથી ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની માંગ કરી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, પર્રિકર આશરે સાડા પાંચ વાગ્યે મુંબઇથી ગોવા પહોંચ્યા. પર્રિકર બપોરે અમેરિકાથી મુંબઇ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પર્રિકરને પરત ફરવા અંગે ગોવા કોંગ્રેસના અધ્યક્ષ ગિરીશ ચોંડાકરે આરોપ લગાવ્યો કે હાલનાં સમયમાં રાજ્ય કોઇ સરકાર જેવી કોઇ વસ્તું નથીી અને તે આશા કરે છે કે રાજ્યપાલ આ મુદ્દે હસ્તક્ષેપ કરે. તેમણે કહ્યું કે બે મહત્વના મંત્રાલયના મંત્રીઓ પણ ગેરહાજર છે તો બીજી તરફ મુખ્યમંત્રીની ગેરહાજરી સતત જળવાઇ રહી છે.
ચોંડાકરે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રીના સારા સ્વાસ્થયની કામના કરે છે. જો કે તેઓ રાજ્યપાલ પાસે ભાજપ નીત સરકારના મુખ્યમંત્રીના સ્વાસ્થય અંગે નિવેદન ઇશ્યું કરવા માટેની અપીલ કરશે, જેથી તેમનાં સ્વાસ્થય મુદ્દે સ્થિતી સ્પષ્ટ થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં આશરે ત્રણ મહિના સુધી અમેરિકામાં પર્રિકરે અગ્નિશયન સંબંધીત બીમારીની સારવાર કરાવી હતી. અમેરિકામાં ત્રણ મહિના લાંબી સારવાર દરમિયાન પર્રિકરે શાસનના સંચાલન માટે સુદીન ધાવલિકકર, ફ્રાંસિસ ડીસૂજા અને વિજય સરદેસાઇની એક મંત્રિમંડળ સલાહકાર સમિતીની રચના કરી હતી.
જો કે બીજી અને ત્રીજી અમેરિકન યાત્રા દરમિયાન એવી કોઇ સમિતીની રચનાં નથી કરવામાં આવ્યા, જે મુદ્દે વિપક્ષી કોંગ્રેસે મુખ્યમંત્રી પર્રિકરની સાથે ઉર્જા મંત્રી પાંડુરંગ મડકાઇકર અને શહેરી વિકાસ મંત્રી ફ્રાંસિસ ડિસૂજાની બિમારીના કારણે ગેરહાજરીનો મુદ્દો બનાવીને આરોપ લગાવ્યો હતો કે ગોવામા સંવૈધાનિક સંકટ પેડા થઇ ગયું છે. માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરે આ વર્ષે માર્ચથી જુનની વચ્ચે અગ્નાશય સંબંધિત બીમારી માટે અમેરિકામાં સારવાર કરાવી હતી. તેઓ 10 ઓગષ્ટે ફરીથી અમેરિકા ગયા હતા અને 22 ઓગષ્ટે પરત ફર્યા હતા. જો કે આગામી દિવસે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થયા હતા. જો કે 29 ઓગષ્ટે સારવાર માટે ફરીથી અમેરિકા જતા રહ્યા હતા.