મુંબઈઃ મનોહર પર્રિકરે આઈઆઈટી બોમ્બેમાં 1974થી 1978 સુધી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. આ દરમિાયન તેઓ 4 નંબરની બિલ્ડિંગના રૂમ નંબર 160માં રહેતા હતા. આ હોસ્ટેલમાં એ દરમિાયન બુધરામ બઢઈ વોચમેનની નોકરી કરતો હતો. બુધરામે લગભગ અહીં 38 વર્ષ સુધી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. મનોહર પર્રિકરનું દેહાવસાન થયું છે એ સાંભળીને બુધરામ રડી પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી મીડિયા સાથે એક્સ્લુસિવ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હું તેમને સવાર-સવારમાં ઉઠાડવા જતો હતો, જેથી તેઓ પોતાનો અભ્યાસ કરી શકે. અમે અનેક વખત સાથે બેસીને ભોજન લેતા હતા. ઘણી વખત તેઓ ઊંઘી જતા તો હું તેમના જવાની થાળી અલગથી સાચવીને રાખતો હતો. 


પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ


બુધરામે જણાવ્યું કે, પર્રિકર મારા ઘરે બે વખત આવ્યા છે. તેમણે મને ઘણી વખત કહ્યું કે, બઢઈજી તમે દિલ્હી આવી જાવ. હું તમને નોકરી અપાવી દઈશ. ત્યાર બાદ ગોવામાં પણ તેમને નોકરી આપવા માટે મને બોલાવ્યા હતો. તેઓ દેશના અત્યંત શ્રેષ્ઠ અને ખુબ જ ઈમાનદાર વ્યક્તિ હતા. 


કોલેજકાળના દિવસો યાદ કરતા બુધરામે જણાવ્યું કે, તેઓ કોલેજના સમયમાં અત્યંત શાંત રહેતા હતા. ક્યારેય તેમને ધિંગા-મસ્તી કરતા જોયા નથી. તેમના નિધન બાદ તેઓ હવે વધુ યાદ વશે. આટલું કહીને બુધરામ બઢઈ રડવા લાગ્યા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....