પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે નિધન થઇ ગયું હતું. તેઓ 63 વર્ષનાં હતા. વડાપ્રધાન મોદીએ તેમના નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, એક અદ્વિતિય નેતા, સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક હતા. વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે, રાષ્ટ્ર માટે તેમની સેવાઓને પેઢીઓ યાદ રાખશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ પર્રિકરને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોહર પર્રિકરના પણજીમાં થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રીય શોક જાહેર


ગોવાના મુખ્યમંત્રી હોવા છતા પણ સ્કુટર પર જતા વિધાનસભા, લારીએ ઉભા રહી પીતા ચા !

ગત્ત એક વર્ષથી બિમાર ભાજપના વરિષ્ઠ નેતાનું સ્વાસ્થય બે દિવસ પહેલા ખુબ જ બગડી ગયું હતું. સુત્રોએ જણાવ્યું કે, પુર્વ સંરક્ષણ મંત્રી શનિવારે મોડી રાતથી જ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે પર્રિકરે પોતાના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, હું અંતિમ શ્વાસ સુધી દેશ અને ગોવાનાં લોકોની સેવા કરતો રહીશ. તે વચન તેમણે નિભાવ્યું હતું. તેઓ અંતિમ શ્વાસ સુધી ગોવાના લોકોની સેવા કરતા રહ્યા હતા.