નવી દિલ્હી : લાંબા સમયથી બિમાર પુર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને શનિવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા. તેમની બગડી રહેલી પરિસ્થીતીને જોતા એવી અટકળો લગાવાઇ રહી હતી કે રાજ્યમાં તેમનું સ્થાન કોઇ અન્યને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિનય તેંડુલકરે આ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. વિનય તેંડુલકરનું કહેવું છે કે રાજ્યની લીડરશીપમાં કોઇ પ્રકારનું કોઇ પરિવર્તન કરવામાં નહી આવે. મનોહર પર્રિકર જ ગોવાના મુખ્યમંત્રી છે અને રહેશે. 

રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમના સ્વાસ્થયની પરિસ્થિતી જાણવા માટે એમ્સ પહોંચ્યા હતા. રાજનાથે ટ્વીટ કરીને માહિતી આપી કે સારવાર પર નજર રાખી રહેલા ડોક્ટર સાથે વાત કરી અને હું તેમના શીઘ્ર સારા થવાની આશા વ્યક્ત કરૂ છું. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નાશયના કેન્સર સામે જઝુમી રહ્યા છે. પર્રિકરે 6 સપ્ટેમ્બરે જ અમેરિકા પાસેથી સારવાર કરાવીને ભારત પરત ફર્યા છે. તેઓ ાશરે એક અઠવાડીયા સુધી તેમની સારવાર ચાલી હતી. તેની પહેલા મુખ્યમંત્રી પરિર્કરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને અપીલ કરતા કહ્યું કે રાજ્યનાં નેતૃત્વ માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવે.


મનોહરપર્રિકરની સારવારમાં લાંબો સમય લાગી શકે છે. એટલા માટે તેમણે પાર્ટી પાસે કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કરવા માટેની અપીલ કરી. પાર્ટી સાથે જોડાયેલા સુત્રો અનુસાર પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ફોન કરીને કહ્યું કે, તેઓ રાજ્યમાં નેતૃત્વ માટે કોઇ અન્ય વ્યવસ્થા કરે. 

સુધીન ધવલીકરના નામની અટકળો હતી
શુક્રવારે સાંજે સુધીને ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરે સાથે હોસ્પિટલમાં મુલાકાત યોજી હતી. ત્યાર બાદ એવી અટકળો લગાવાઇ રહી હતી કે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના નેતાસુધીન ધવલીકરને વધારાનો કાર્યભાર આપવામાં આવી શકે છે. સુધીનને મુખ્યમંત્રી કાર્યાલય સંભાળવાની જવાબદારી આપવામાં આવી શકે છે.