મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો 2000 કરોડના ગોટાળાનો આરોપ
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર 2000 કરોડ રૂપિયાનાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે
નવી દિલ્હી : દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર 2000 કરોડ રૂપિયાનાં ગોટળાનો આરોપ લગાવ્યો છે. તિવારીએ આરટીઆઇના હવાલાથી આરોપ લગાવ્યો છે. તિવારીએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે દિલ્હીની શાળાઓમાં નવા રૂમ બનાવવામાં 2000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. જેની ફરિયાદ દિલ્હી લોકપાલને કરવાની પણ તેમણે વાત કરી.
સવર્ણોને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં હવે 16 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે
આરટીઆઇ પરથી માહિતી મળે છે કે દિલ્હી સરકારે એક રૂમ માટે આશરે 25 લાખ રૂપિયા (24 લાખ 86 હજાર) ફાળવ્યા હતા. એક ક્લાસ આશરે 300 સ્કવેરફુટનો છે. સામાન્ય રીતે 300 સ્કવેર ફુટ બનાવવામાં માત્ર 3થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અત્યાર સુધી કુલ 77 કરોડ 54 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 12 હજાર 478 ક્લાસ રૂમનું નિર્માણ ચાલી રહ્યું છે. કુલ 2892 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવ્યા. આશરે 2 હજાર કરોડ વધારે આપવામાં આવ્યા, કારણ કે આ કામ 800થી 900 કરોડમાં થઇ જાય છે.
ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં લાખો followers
મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો વિધાનસભામાં એકરાર
આરોપ છે કે 8800 રૂપિયા પ્રતિ સ્કવેર ફુટનાં હિસાબથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેમને ઓળખતા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો. એક ફાઇવ સ્ટાર હોટલનાં રૂમનો ખર્ચ પણ 5000 રૂપિયા પ્રતિ સ્કવેર ફુટથી વધારે નથી થતો. દિલ્હી સરકારે 8800 રૂપિયા પ્રતિ સ્કવેર ફુટનાં હિસાબથી કોન્ટ્રાક્ટ આપ્યો. તિવારીએ કહ્યું કે, અમે લોકાયુક્ત પાસે આ મુદ્દે તપાસ માટે ફરિયાદ કરવા જઇ રહ્યા છીએ. મનીષ સિસોદિયા પોતાનાં પદ પરથી રાજીનામું આપે અને તે પણ જણાવે કે પૈસા હવાલાથી ક્યાં મોકલ્યા છે ?