VIDEO: સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમ પહેલા પોલીસ સાથે મનોજ તિવારીનું ઘર્ષણ
દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પોતાના સમર્થકો સાથે સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમારંભમાં પહોંચી ગયા હતા
નવી દિલ્હી : રાજધાની દિલ્હીના બહુચર્ચિત સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમારંભ પહેલા જ હોબાળો થયો હતો. આ બ્રિજનુ ઉદ્ધાટન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરવાનાં છે. બીજી તરફ ભાજપે કાર્યક્રમમાં પોતાની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે. સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પોતાના સમર્થકોની સાથે આ સમારંભમાં પહોંચી ગયા. ત્યાર બાદ અહીં હોબાળો ચાલુ થઇ ગયો. આમ આદમી પાર્ટી અને ભાજપ કાર્યકર્તાઓને એક સાથે સામ સામે આવી જવા અંગે હોબાળો વધી ગયો છે. આ દરમિયાન મનોજ તિવારી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.
આ કાર્યક્રમમાં મનોજ તિવારીને આમંત્રણ નહોતુ મોકલવામાં આવ્યું. જો કે તેમણે આ સમારંભથી પહેલા જ કહી દીધું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરશે. કારણ કે આ વિસ્તારના સાંસદ છે. મનોજ તિવારીનું કહેવું છે કે નોર્થ ઇસ્ટ દિલ્હીતી સાંસદ છું. આ બ્રિજનું કામ વર્ષોથી અટકેલું પડ્યું હતું. મે તેને ફરીથી ચાલુ કરાવ્યું. હવે અરવિંદ કેજરીવાલ ઉદ્ધાટન કરીને તેનો સંપુર્ણ શ્રેય લેવા માંગતા હતા.
મનોજ તિવારીએ કહ્યું કે, તે એક ઉદ્ધાટન કાર્યક્રમ છે. હું અહીંનો સાંસદ છુ, એવામાં સમસ્યા શું છે. શું હું ગુનેગાર છું. પોલીસે મને કેમ ચારે તરફતી ઘેરી લીધો છે. હું અહીં અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે આવ્યો છું. આપના કાર્યકર્તા અને પોલીસવાળાઓ મારી સાથે દુષ્કર્મ કરી રહ્યા છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા દિલીપ પાંડેયનું કહેવું છે કે અહીં હજારો લોક નિમંત્રણ વગર આવ્યા છે. જો કે મનોજ તિવારી પોતાની જાતને અહીં વીઆઇપી સમજી રહ્યા છે. તેઓ અહીં ગુંડાગીરી કરી રહ્યા છે. ભાજપના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને માર્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.