રાત્રે સુતા પહેલા આ મંત્રનો કરો જાપ, દૂર થશે સમસ્યા અને મળશે લાભ
Night Sleep Mantra: આજલાક લોકો ભાગદોડભરી જિંદગી જીવી રહ્યાં છે. લોકો પાસે શાંતિથી સુવાનો પણ સમય નથી. તો ક્યારેય ચિંતાને કારણે ઉંઘ આવતી નથી. તેવામાં કેટલાક મંત્ર તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે.
Night Sleep Mantra: હિન્દુ ધર્મમાં વૈદિક મંત્રીનું વિશેષ મહત્વ છે અને કહેવામાં આવે છે કે મંત્રોના ઉચ્ચારણમાં ઘણી શક્તિ હોય છે. મંત્ર જાપ કરવાથી મનુષ્યોને ન માત્ર શાંતિ મળે છે, પરંતુ ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં મનુષ્યોની પાસે સુવાનો પણ સમય નથી. જો સમય મળે તો સારી ઉંઘ આવતી નથી. તેવામાં રાત્રે સુતા પહેલા કેટલાક મંત્રીનો જાપ કરવામાં આવે તો તેનાથી ઘણો લાભ મળે છે. સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
સુતા પહેલા કરો આ મંત્રીનો જાપ
- જો તમે રાત્રે સારી ઉંઘ લેવા ઈચ્છો છો તો તે માટે સૌથી પહેલા 'હર હર મુકુન્દે' મંત્રનો જાપ અવશ્ય કરો. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની અંદર ઉભો થતો તમામ ડર દૂર થાય છે અને મજગ શાંત થાય છે. જેનાથી સારી ઉંઘ આવે છે.
- જો દિવસભર મહેનત કર્યાં બાદ પણ રાત્રે નીંદર ન આવે કે અનિંદ્રાની સમસ્યા છે તો તેણે 'શાબર મંત્ર'નો જાપ કરવો જોઈએ. તેનાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.
- જો કોઈ વ્યક્તિ રાત્રે સુતા સમયે ખરાબ સપનાને કારણે જાગી જાય છે તો તેણે સુતા પહેલા 'ઉં સા તા ના મા' મંત્રનો જાપ કરવો જોઈએ. આ એક આધ્યાત્મિક મંત્ર છે અને તેનો જાપ કરવાથી મગજની અંદર નસોને આરામ મળે છે.
આ પણ વાંચોઃ આ રાશિના જાતકો માટે 17 સપ્ટેમ્બરથી શરૂ થશે શુભ દિવસો, ઊંઘી ગયેલું ભાગ્ય ચમકશે
- ગણેશ ભગવાનને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને માન્યતા છે કે તે પોતાના જાતના બધા વિઘ્નો દૂર કરે છે. જો તમે રાત્રે સુતા પહેલા 'ઓમ ગણ ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરશો તો તમારી સમસ્યા દૂર થશે અને સારી ઉંઘ આવશે.
ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube